ગર્ભપાતને લઇ સુપ્રીમકોર્ટના અવલોકન બાદ ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી છે. દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી છે. ૨૨ વર્ષની પીડિતાના ૨૬ સપ્તાહના ગર્ભને ગર્ભપાતની મંજૂરી આપી છે.અત્રે જણાવી દઈએ કે, મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી છે. મેડિકલ રિપોર્ટમાં વિશેષ સુવિધા સાથે ગર્ભપાતની મંજૂરી આપવા ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટના આધારે સોલા સિવિલ હોસ્પિટલને વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવા ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ આપ્યો છે. ૨૮મી ઓગસ્ટ સુધીમાં સોલા હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા મંજૂરી આપી છે.
અગાઉ સુરતની દુષ્કર્મ પીડિતાને હાઈકોર્ટે ૨૬ સપ્તાહનો ગર્ભપાત કરવાની મંજૂરી આપી હતી. યુવતી ગર્ભવતી થઈ ગઈ હોવાથી પરિવાર દ્વારા યુવતીનો ગર્ભપાત કરાવવા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ૨૩ વર્ષીય પીડિતા માનસિક અસ્થિર હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ઉપરાંત અરજીમાં યુવતીના પિતાની પણ માનસિક સ્થિતિ સારી ન હોવાનો ઉલ્લેખ હતો.૨૩ વર્ષીય પીડિતા પર પિતાના મિત્રએ દુષ્કર્મ આચર્યુ હતું. તેનાથી તેને ગર્ભ રહી ગયો હતો. હાઇકોર્ટે તબીબોના રિપોર્ટના આધારે સગીરના ગર્ભપાત કરાવવા મંજૂરી આપી હતી.
