GPT-5 કેવી રીતે કામ કરશે
GPT-5: ઓપનએઆઇના CEO સેમ અલ્ટમેન ઓગસ્ટ 2025માં GPT-5 લોન્ચ કરવા જઈ રહ્યા છે, જે ન માત્ર સૌથી અદ્યતન AI મોડેલ હશે પણ ગૂગલ ક્રોમને ટક્કર આપતો AI બ્રાઉઝર પણ લઈને આવી શકે છે.
GPT-5: અત્યાર સુધીનું સૌથી ઝડપી અને સ્માર્ટ મોડલ
ટેક વેબસાઇટ ધ વર્જના અહેવાલ મુજબ, GPT-5, GPT-4 કરતા ઘણું ઝડપી, સચોટ અને સ્માર્ટ બનવા જઈ રહ્યું છે. તેને નવા સંશોધન અને ટેકનોલોજીના આધારે તૈયાર કરવામાં આવ્યું છે, જેના કારણે તેની ક્ષમતા અને કામગીરી પહેલા કરતા અનેક ગણી સારી માનવામાં આવે છે.
શું મળશે GPT-5નું ફ્રી વર્ઝન?
સૌથી ચોંકાવનારો દાવો OpenAIના CEO સેમ અલ્ટમેન જ કર્યો છે. તેમણે જણાવ્યું કે, “જો દુનિયાના દરેક વ્યક્તિને GPT-5નું એક ફ્રી વર્ઝન મળે, જે હંમેશા તેમના માટે કામ કરી શકે, તો શું થશે?”
આથી સ્પષ્ટ થાય છે કે OpenAI હવે ફક્ત પેઇડ સર્વિસ સુધી મર્યાદિત ન રહેવા માંગે છે, પરંતુ AIને સામાન્ય લોકો સુધી પહોંચાડવાની યોજના બનાવી રહ્યો છે.
Google Chrome ને ટક્કર આપનારો AI બ્રાઉઝર
GPT-5 સાથે OpenAI એક AI-સંચાલિત વેબ બ્રાઉઝર પણ લોન્ચ કરી શકે છે, જે ભવિષ્યમાં સીધું Google Chrome ને ટક્કર આપશે. આ બ્રાઉઝર વપરાશકર્તાઓને GPTની શક્તિ સાથે સ્માર્ટ વેબ બ્રાઉઝિંગનો અનુભવ આપશે.
તે ઉપરાંત, કંપનીએ તાજેતરમાં ChatGPT એજન્ટ પણ લોન્ચ કર્યું છે, જે વપરાશકર્તાના કમ્પ્યુટર પર સ્વયં ફાઈલ ખોલી શકે છે, ઈમેઈલ મોકલી શકે છે, અથવા ડેસ્કટોપ સર્ચ જેવા ટાસ્ક કરી શકે છે, એટલે કે એક વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ જે માત્ર ચેટ સુધી મર્યાદિત નહીં રહેશે.
OpenAIની રણનીતિમાં મોટો ફેરફાર
OpenAIએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે તે પોતાના મોડલ્સને ધીમે-ધીમે સ્ટેપ-બાય-સ્ટેપ રિલીઝ કરવા માંગે છે. જેમાં ‘o3 R’, ‘o4-mini’ જેવા મધ્યમ સ્તરના મોડલ્સ પહેલેથી વપરાશકર્તાઓ માટે લોન્ચ કરવામાં આવશે, જેથી વપરાશકર્તાઓ ધીમે ધીમે નવી ટેકનોલોજી સાથે પરિચિત થઈ શકે અને તેને સારી રીતે સમજાવી શકે.
ચીનની DeepSeek સાથે મુકાબલો
AIની દુનિયામાં ચીનની કંપનીઓ, ખાસ કરીને DeepSeek, ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. આવી પરિસ્થિતિમાં GPT-5ને લઈને OpenAIની અપેક્ષાઓ પણ ખૂબ મોટી છે. કંપની આ લોન્ચ દ્વારા ફરી એકવાર AI ક્ષેત્રમાં પોતાનું નેતૃત્વ સ્થાપિત કરવા ઈચ્છે છે.