નવરાત્રીના તહેવાર પર કન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કર્યો છે. આ વધારા બાદ કર્મચારીને મળતું ડીએ હવે ૪૨ ટકાથી વધીને ૪૬ થઈ ગયું છે. સરકારના આ ર્નિણયથી દેશના લગભગ ૧ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ થશે. આ ઉપરાંત રવિ પાક પર એમએસપીઅને રેલવે કર્મચારીને બોનસની પણ મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે આજે કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કર્યો છે એટલે હવે તે ૪૨ ટકાથી વધીને ૪૬ ટકા થયો છે. આ લાભ ૧ જુલાઈ ૨૦૨૩થી મળશે. ડીએમાં વધારા સાથે કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના પેન્શનધારકોને પણ લાભ મળશે. વર્ષ ૨૦૨૩ માટે સરકારે પ્રથમ સુધારો કરતા ૨૪ માર્ચ ૨૦૨૩ના રોજ ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે ૩૮ ટકા ડીએમાંથી ૪ ટકા વધારીને ૪૨ ટકા કરવામાં આવ્યો હતો. હવે કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આજે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ ૧ જાન્યુઆરી ૨૦૨૩થી મળશે.
આ ઉપરાંત રેલવે કર્મચારીઓને બોનસ આપવા માટે મંજુરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ જણાવ્યું હતું કે રેલવેના નોન-ગેઝેટેડ કર્મચારીઓને ૭૮ દિવસના પગાર જેટલું બોનસ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આજે ખેડૂતો માટે રવિ પાક પર એમએસપી વધારવાનો ર્નિણય લીધો છે. આ સાથે તેલીબિયાં અને સરસવના ભાવમાં ૨૦૦ રુપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ મસૂરની કિંમતમાં પણ ૪૨૫ રુપિયા ક્વિન્ટલ, ઘઉંના ભાવમાં ૧૫૦ રુપિયા પ્રતિ ક્વિન્ટલ, જવના ભાવમાં ૧૧૫ રુપિયા પ્રતિ ક્વિન્ટલ અને ચણાના ભાવમાં ૧૦૫ રુપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે સરકારે ચોથો ર્નિણય લદ્દાખ પ્રદેશ માટેનો છે.
તેમણે કહ્યું હતું કે ઉર્જા મંત્રાલયે ૧૩ ગીગાવોટની નવીનીકરણીય ઉર્જા ક્ષમતા વિકસાવવાની યોજના બનાવી છે જ્યારે સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે ત્યારે તેમના માટે ટ્રાન્સમિશન લાઈન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. લદ્દાખથી મુખ્ય ગ્રીડ સુધી લાવવા માટે ૫ ગીગાવોટ ક્ષમતાની લાઈનને મંજૂરી આપવામાં આવી છે.