Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કેનેડામાં લેબર શોર્ટેજને પહોંચી વળવા માસ્ટર પ્લાન ભારતીયો માટે સરકારે નવો વેકેન્સી પ્રોજેક્ટ કર્યો શરૂ
    India

    કેનેડામાં લેબર શોર્ટેજને પહોંચી વળવા માસ્ટર પ્લાન ભારતીયો માટે સરકારે નવો વેકેન્સી પ્રોજેક્ટ કર્યો શરૂ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 11, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કેનેડાની સરકારે હવે લેબર શોર્ટેજને પહોંચી વળવા માટે નવા પ્રોગ્રામની જાહેરાત કરી છે. જેમાં સપ્ટેમ્બરથી માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયર પાયલોટ પ્રોજેક્ટમાં વેકેન્સી બહાર પાડી છે. તમને જણાવી દઈએ કે આ પ્રોગ્રામ ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ હેઠળ શરૂ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આનાથી સીધો ફાયદો ભારતીયો તથા અન્ય વિદેશીઓને થશે, એટલું જ નહીં કેનેડિયન એમ્પ્લોયર પાસે હવે આ પ્રોગ્રામની મદદથી વિદેશી કામદારોને મોટી જવાબદારી સોંપી વેકન્સી ફૂલફિલ કરવાની મોટી તક મળશે. આ પ્રોગ્રામની વાત કરીએ તો જેમાં એમ્પ્લોયરો લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટનું એક્સેસ મેળવી લેશે જે ૩૬ મહિના સુધી માન્યતા ધરાવશે.LMIA એપ્લિકેશન પ્રોસેસ પણ આની સરળ રહેશે જેથી કરીને આગળ વધારે સમય ન લાગે. આનાથી ફાયદો એ થશે કે કેનેડિયન એમ્પ્લોયરને ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ હેઠળ વિદેશી કામદારોની ભરતી કરવા માટે આ ટેસ્ટ પૂરી કરવી પડશે.

    કેનેડામાં નોકરી મેળવવા માટે હવે વિદેશી કામદારો પણ અપ્લાય કરી શકશે. જેમાં તેઓ યોગ્ય માપદંડો અને ટેસ્ટ જે છે તે પાસ કર્યા પછી કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ઘણા ક્ષેત્રો એવા છે જ્યાં લોકો કામ કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ કેટલીક નીતિ એટલી ચુસ્ત હતી કે તેમને નોકરી મળવી મુશ્કેલ હતી. જેથી કરીને કેનેડિયન સરકારે લેબર શોર્ટેજને પહોંચી વળવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં ૩૬ મહિના સુધી એમ્પ્લોયર આ પ્રોગ્રામ હેઠળ કારીગરોને હાયર કરી શકે છે.

    સરકારે ત્રણ પગલાં નક્કી કર્યા છે જે પાત્ર એમ્પ્લોયરને તેમની સ્ટાફિંગ જરૂરિયાતોનું આયોજન કરવામાં અને કામચલાઉ કામદારોની ભરતી ઘટાડવામાં મદદ કરશે. આનાથી આવી કંપનીઓને આગામી ત્રણ વર્ષ માટે પ્રોગ્રામ માટે સબમિટ કરવામાં આવેલી અરજીઓની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે. આ પ્રોગ્રામનો લાભ લેવા માટે એમ્પ્લોયર પાસે ઓછામાં ઓછા ૩ પોઝિટિવ LMIA હોવા જરૂરી છે. આ છેલ્લા પાંચ વર્ષની અંદર એક જ ફિલ્ડની અંદર આવવા જાેઈએ, એટલું જ નહીં કેનેડિયન ઓક્યુપેશનલ પ્રોજેક્શન સિસ્ટમના ડેટા પ્રમાણે અત્યારે જે ફિલ્ડમાં શોર્ટેજ ચાલી રહી હોય ત્યાં જાે આ એમ્પ્લોયર યોગ્ય માપદંડો પર સક્સેસફુલ થાય તો આગળ એલિજિબલિટી રાઉન્ડમાં તેની એપ્લિકેશન પર કામગીરી હાથ ધરાય છે. સરકાર એ પણ જુએ છે કે કંપની કેવી છે તથા એમ્પ્લોઈ ત્યાં કેટલા કેવી રીતે કામ કરી શકે છે. તેઓ ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ સાથેની તેમની હિસ્ટ્રી આધારે એક પરફેક્ટ અપફ્રન્ટ મૂલ્યાંકન પ્રક્રિયા બહાર પાડે છે. જેમાંથી નોકરીદાતાએ પસાર થવું પડે છે. આ બધુ એ સુનિશ્ચિત કરવા માટે છે કે REP એવી કંપનીઓને ટાર્ગેટ બનાવે છે જેમની પાસે શાનદાર ભરતી પ્રક્રિયા છે. કંપનીએ ત્યારપછી પોતાનો પોર્ટફોલિયો પણ અહીં રજૂ કરવો પડશે. કેટલા કર્મચારીઓ ત્યાં કામ કરી રહ્યા છે, તેમનું સેલેરી સ્ટ્રક્ચર શું છે અને આ તમામ ડોક્યુમેન્ટ્‌સનું વેરિફિકેશન પણ કરાઈ શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025

    Indian Army Press Conference: કર્નલ સોફિયાએ MEA પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- PAK દ્વારા કરવામાં આવેલા બધા હુમલા નિષ્ફળ ગયા

    May 10, 2025

    PIB fact check: પાકિસ્તાને ભારતીય પાયલટને પકડ્યો? ફાઈટર જેટ ક્રેશ થયો? PAКના 3 દાવાઓ, PIB ફેક્ટ ચેક દ્વારા પોલ ખોલી

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.