Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»સરકારે માંગણી ના સ્વીકારતા કર્યો ર્નિણય મહિસાગર જિલ્લામાં સરકારી શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવવાનો ર્નિણય લીધો
    Gujarat

    સરકારે માંગણી ના સ્વીકારતા કર્યો ર્નિણય મહિસાગર જિલ્લામાં સરકારી શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવવાનો ર્નિણય લીધો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 10, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ મુજબ મહિસાગર જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તમામ શાળામા ખેલમહાકુંભના રજીસ્ટ્રેશનનો બહિષ્કાર કરશે. સરકારની ખાતરી છતાં માંગણી ન સંતોષાતા ખેલમહાકુંભનો બહિષ્કાર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની તમામ આચાર્ય, સંચાલકને રજૂઆત કરાઇ હતી. જિલ્લામાં ૩૦૦ સ્કૂલોમાં ખેલમહાકુંભનું રજિસ્ટ્રેશન કરાશે નહીં. સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી છતાં આજ સુધી તેમના પ્રશ્નોનો ઉકેલ ના આવતા જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા સંઘના આદેશનું પાલન કરશે. ખેલમહાકુંભના રજીસ્ટ્રેશનના બહિષ્કારના કારણે તેના કાર્યક્રમ પર અસર પડી શકે છે. આગામી સમયમાં ધરણા પ્રદર્શન પણ કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે ગયા મહિને સરકારે જાહેરાત કરી હતી કે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ ૨૬,૫૦૦ શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે ૧૫,૦૦૦ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ૧૧,૫૦૦ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર ખેલ સહાયક યોજના અંતર્ગત ૫૦૭૫ ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને ૨૧૦૦૦ ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પદ્ધતિથી ભરવામાં ના આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂંક ક૨વાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

    ઉપરાંત વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને રમત-ગમત અને ખેલકૂદ માટે તૈયા૨ ક૨વાના હેતુથી ખેલ સહાયક યોજના અમલમાં મૂકવા માટે ર્નિણય ક૨વામાં આવેલ છે.
    રાજ્યની સ૨કારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સ’ માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા ઉ૫૨ કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ મૂકવા માટે ર્નિણય ક૨વામાં આવેલ છે

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.