સાબરકાંઠા અને અરવલ્લીના ચાર લાખ જેટલા પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. સાબર ડેરી પશુપાલકો પાસેથી ખરીદી કરતા દૂધના ભાવમાં કિલો ફેટે દસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો. આગામી ૧૧ તારીખથી નવો ભાવ અમલમાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકોની આર્થિક જીવા દોરી સમાન સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં દસ રૂપિયાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં કિલો ફેટે ૧૦ રૂપિયાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. સાબર ડેરી અત્યાર સુધીમાં કિલો ફેટે ૮૨૦ રૂપિયા પ્રમાણે પશુપાલકોને ચૂકવવામાં આવતા હતા જેમાં દસ રૂપિયાનો ભાવ વધારો કરતા હવે કિલો ફેટે પશુપાલકોને ૮૩૦ રૂપિયા પ્રમાણે ચૂકવવામાં આવશે. જાેકે ગાયના દૂધમાં સમતુલ્ય કિલો ફેટના ૩૬૧.૪૦ રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવવામાં આવશે. નવીન ભાવ આગામી ૧૧ તારીખથી અમલમાં આવશે. દસ રૂપિયા કિલો ફેટે ભાવ વધારો કરતા સાબર ડેરીમાં મહિને અંદાજિત ત્રણ કરોડ એસી લાખ રૂપિયા પશુપાલકોને વધુ ચૂકવશે.