હાલમાં ભારતીયોમાં અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓમાં કેનેડા જઈને ત્યાં સ્થાયી થવાનો ટ્રેન્ડ વધ્યો છે. કેનેડાના પીઆર મેળવવા માટે એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો એક સૌથી મહત્વનો રસ્તો છે.
કેનેડામાં સ્કિલ્ડ વર્કરની ઘણી અછત છે અને તેને પૂરી કરવા માટે કેનેડિયન સરકાર એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો પ્રોગ્રામ ચલાવે છે. આ વખતે કેનેડાએ પોતાનો નવો એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો જાહેર કર્યો છે જેમાં કેનેડાએ ૩૬૦૦ હેલ્થકેર વર્કર્સને ઈન્વાઈટ કર્યા છે. ૨૬ ઓક્ટોબરના ડ્રોમાં ૪૩૧નો મિનિમમ ક્રોપ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ સ્કોર દર્શાવવામાં આવ્યો છે, જે અગાઉના હેલ્થકેર ડ્રો કરતા ૩૨ પોઈન્ટ ઓછો છે.
સમગ્ર ૨૦૨૨માં ૪૫,૧૧૫ ઉમેદવારોને આમંત્રિત કર્યા પછી IRCCએ હવે ૨૦૨૩માં 95,221 ITA જારી કર્યા છે.IRCCએ ૨૦૨૧માં તમામ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ અને પ્રોવિન્સિયલ નોમિની પ્રોગ્રામમાં રેકોર્ડ 1,14,431 ITAs જારી કર્યા હતા અને ૨૦૨૦માં નોંધાવેલા ૧,૦૭,૩૫૦ના રેકોર્ડને તોડ્યો હતો. કેનેડાએ ૨૦૨૩ માટે ૪,૬૫,૦૦૦નો રેકોર્ડ ઈમિગ્રેશન લક્ષ્યાંક નક્કી કર્યો છે.
તાજેતરના ડ્રોમાં ૨૪ મે ૨૦૨૩ના રોજ 3.47pm ESTપર ટાઈ-બ્રેકિંગ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જાે એક કરતાં વધુ ઉમેદવારો પાસે મિનિમમ CRS સ્કોર હોય, તો માત્ર તેઓને જ ઈન્વાઈટ મોકલવામાં આવશે જેમણે આ તારીખ અને સમય પહેલાં તેમની એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઈલ સબમિટ કરી હશે. ૨૦૨૩માં એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ ઈન્વિટેશનનો આ ૩૫મો રાઉન્ડ હતો અને એકંદરે ૨૭૧મો રાઉન્ડ હતો. ઉમેદવારો પાસે તેમની અરજીઓ સબમિટ કરવા માટે ૬૦-દિવસની વિન્ડો છે, જેની પ્રક્રિયા છ મહિનાના ધોરણમાં કરવામાં આવશે.
એક્સપ્રેસ એન્ટ્રી એ કેનેડિયન સરકાર દ્વારા કેનેડિયન પરમેનેન્ટ રેસિડેન્સી એટલે કે પીઆર માટેની અરજીઓનું સંચાલન કરવા માટે ઉપયોગમાં લેવાતી સિસ્ટમ છે. એક્સપ્રેસ એન્ટ્રી ઉમેદવારોની પ્રોફાઈલને રેન્ક આપવા માટે પોઈન્ટ-આધારિત સિસ્ટમ CRSનો ઉપયોગ કરે છે. હવે એક્સપ્રેસ એન્ટ્રી માટે એપ્લાય એટલે કે અરજી કેવી રીતે કરવી તે પ્રશ્ન ઘણા લોકોને થાય છે. તો એક્સપ્રેસ એન્ટ્રી માટે અરજી કરવાનું સૌ પ્રથમ પગલું છે તે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તમારી પ્રોફાઈલને સબમિટ કરો. જે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય છે તેમાં મોટા ભાગે લેંગ્વેજ ટેસ્ટ રિઝલ્ટ્સ, એજ્યુકેશનલ સર્ટિફિકેટ્સ અને પાસપોર્ટ અથવા તો ટ્રાવેલ ડોક્યુમેન્ટેશન હોય છે.
તમે તમારી પ્રોફાઈલ સબમિટ કરશો ત્યારબાદ તમને કેનેડાના પીઆર માટે અરજી કરવા એક ઈન્વિટેશન આવશે. તમે IRCC માટે રિવ્યુ કરવા તમારી સંપૂર્ણ એપ્લિકેશન સબમિટ કરી શકો છો. તમારી સંપૂર્ણ એપ્લિકેશનમાં રેફરન્સ લેટર્સ, વધારાના ઓળખના દસ્તાવેજાે, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ્સ અને મેડિકલ એક્ઝામિનેશનના રિઝલ્ટ્સ જેવા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ હોવા જાેઈએ.