Gold Price Today
Gold Rate Today:ડોલર સામે રૂપિયો નબળો પડવાથી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિઓને કારણે સોનાના ભાવને પાંખો મળી છે. 22 કેરેટ સોનાની કિંમત 80,000 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આજે 12 ફેબ્રુઆરીને બુધવારે સોનું મોંઘુ થઈ ગયું છે. 24 અને 22 કેરેટ સોનાની કિંમતમાં 400 રૂપિયાનો વધારો થયો છે. દેશના મોટા ભાગના મોટા શહેરોમાં 10 ગ્રામ સોનાની કિંમત 87,400 રૂપિયાની ઉપર છે.
સોનાના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ વૈશ્વિક વેપાર યુદ્ધનો ભય છે. જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% આયાત જકાત લાદવાની વાત કરી ત્યારે વિશ્વભરના વેપાર પર અસર અંગે ચિંતા વધી. આ કારણે રોકાણકારો તેમના પૈસા સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે સોનાના ભાવ વધવા લાગ્યા છે. આ સિવાય શેરબજારની અસ્થિરતા અને મંદીનો ભય પણ સોનાની માંગમાં વધારો કરી રહ્યો છે.
આ સિવાય ડૉલરની મજબૂતાઈ અને ભારતીય રૂપિયાની નબળાઈ પણ સોનાના ભાવ પર અસર કરી રહી છે. જ્યારે રૂપિયાનું મૂલ્ય ઘટે છે ત્યારે ભારતમાં સોનાની આયાત મોંઘી થઈ જાય છે. તેનાથી સોનાના ભાવમાં વધારો થાય છે. ઉપરાંત, ફુગાવો અને વ્યાજ દરોમાં ફેરફારની અપેક્ષાઓને લીધે, રોકાણકારો સોનાને સલામત વિકલ્પ માને છે, જે તેના ભાવમાં વધુ વધારો કરે છે.
દિલ્હીમાં 24 કેરેટ સોનામાં લગભગ 300 રૂપિયાનો વધારો થયો છે. અહીં કિંમત 87,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે, જ્યારે 22 કેરેટ સોનું 80,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 87,390 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 80,2110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. અહીં જાણો 12 ફેબ્રુઆરી 2025ના રોજ દેશના 4 મોટા શહેરોમાં સોનાની કિંમત.
12 ફેબ્રુઆરીએ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમત માત્ર રૂ. 99,400 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે.