Gold-Silver Rate
છેલ્લા કેટલાક સમયથી સોનાં-ચાંદીના ભાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારના વેપારમાં સોનાનો ભાવ ₹82,086 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો દર ₹93,533 પ્રતિ કિલો નોંધાયો છે. દિવસ દરમિયાન જો ભાવમાં કોઈ ફેરફાર થાય તો અમે તમને તાત્કાલિક અપડેટ આપતા રહેશું.
સોનાની શુદ્ધતા અને હોલમાર્ક ચેક કરવા માટેની રીત
સોનાની શુદ્ધતા તેની હોલમાર્કિંગ દ્વારા ચકાસી શકાય છે. સોનાના વિવિધ કેરેટ માટે અલગ-અલગ હોલમાર્ક નંબરો હોય છે:
- 24 કેરેટ – 999
- 23 કેરેટ – 958
- 22 કેરેટ – 916
- 21 કેરેટ – 875
- 18 કેરેટ – 750
જેવી રીતે 22 કેરેટ સોનું 91.6% શુદ્ધ હોય છે, તેવી જ રીતે 18 કેરેટ સોનું 75% શુદ્ધ હોય છે. હંમેશા સોનું ખરીદતી વખતે તેની હોલમાર્કિંગ અને શુદ્ધતાની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે.
સોનાના દાગીનામાં સામાન્ય રીતે 22 કેરેટ સોનાનું જ ઉપયોગ થાય છે, જે 91.6% શુદ્ધ હોય છે. ઘણી વખત 89% અથવા 90% શુદ્ધ સોનું પણ 22 કેરેટ તરીકે વેચવામાં આવે છે, જેથી ગ્રાહકને નુકસાન થાય. હોલમાર્ક નંબર પરથી તમે સોનાની શુદ્ધતા જાણી શકો: