સની દેઓલની ફિલ્મ ગદર ૨ બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. આ ફિલ્મને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર જાહેર કરી દેવાઈ છે. દર્શકોની સાથે સેલેબ્સ પણ ફિલ્મના ખૂબ વખાણ કરી રહ્યા છે. તાજેતરમાં જ શાહરુખ ખાને પણ ફિલ્મના વખાણ કર્યા હતા. ચાહકો સાથે વાત કરતી વખતે તેમણે જણાવ્યુ હતુ કે આ ફિલ્મ તેમને ખૂબ પસંદ આવી છે. હવે ફિલ્મના મુખ્ય કલાકાર સની દેઓલે આની પર પ્રતિક્રિયા આપી છે.
સની દેઓલે જણાવ્યુ કે ગદર ૨ જાેયા પહેલા શાહરુખ ખાને તેમને ફોન કર્યો હતો. અભિનેતાએ કહ્યુ, તેમણે આ ફિલ્મને જાેયા પહેલા ફોન કર્યો હતો અને મને શુભકામનાઓ આપી હતી. તેઓ ખૂબ ખુશ હતા. તેમણે મને કહ્યુ કે હું ખૂબ ખુશ છુ. તમે હકીકતમાં આના હકદાર છો અને મે તેમનો આ વાત પર આભાર માન્યો હતો. અભિનેતાએ એ પણ ખુલાસો કર્યો કે તેમણે શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન સાથે પણ વાત કરી હતી. એટલુ જ નહીં, સની દેઓલે શાહરુખ ખાનની સાથે પોતાના જૂના મદ્દા પર પણ ખુલીને વાત કરી અને કહ્યુ, સમય બધુ જ સારુ કરી દે છે અને આપણે આગળ વધીએ છીએ. આવુ જ થવુ જાેઈએ.
અમિત શર્માના નિર્દેશનમાં બનેલી ગદર ૨ વર્ષ ૨૦૦૧ની ગદરઃ એક પ્રેમ કથાનો બીજાે ભાગ છે. ફિલ્મમાં સની દેઓલની સાથે, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા પણ નજર આવ્યા છે. જેમાં મનીષ વાધવાએ વિલનનો રોલ નિભાવ્યો છે. આ સિવાય ફિલ્મમાં ગૌરવ ચોપડા, લવ સિન્હા અને સિમરત કૌર પણ મુખ્ય ભૂમિકામાં છે. ૧૧ ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત સારુ પ્રદર્શન કરી રહી છે.