સની દેઓલની ફિલ્મ ‘ગદર ૨’ ૧૧ ઓગસ્ટના રોજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. ૨૨ વર્ષ પહેલા આવેલી ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’ની આ સીક્વલ હતી. અનિલ શર્મા દ્વારા ડાયરેક્ટ આ ફિલ્મે રિલીઝ થવાના પહેલાથી જ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરવાની શરૂઆત કરી દીધી હતી. તારા સિંહ અને સકીનાની જાેડીએ સિલ્વર સ્ક્રીન પર આગ લગાવી દીધી હતી. જાે કે આ ફિલ્મની ટક્કર અક્ષય કુમારની ફિલ્મ ‘ઓએમજી ૨’ સાથે થઇ હતી પરંતુ સની દેઓલની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત પરફોર્મ કર્યું અને કમાણીના ઘણાં રેકોર્ડ તોડ્યા હતા.અનિલ શર્માની ફિલ્મ ‘ગદર ૨’એ હવે વધુ એક માઈલસ્ટોન સ્થાપિત કર્યું છે. ફિલ્મે ચોથા અઠવાડિયામાં પણ શાનદાર કમાણી કરી અને રિલીઝના ૨૪માં દિવસે એટલે કે ગઈકાલે ફિલ્મે ઈતિહાસ રચી દીધો હતો.
‘ગદર ૨’ ગઈકાલે ૫૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો હતો. આ સાથે જ સની દેઓલની ફિલ્મે બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’ અને પ્રભાસની ફિલ્મ બાહુબલીનો રેકોર્ડ પણ તોડી દીધો હતો.સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ગદર ૨એ રિલીઝના ૨૪માં દિવસે ૮.૫૦ કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મની ૨૪ દિવસની કુલ કમાણી ૫૦૧.૮૭ કરોડ રૂપિયા થઇ ગઈ છે. આ સાથે જ ૫૦૦ કરોડના નેટ ક્લબમાં સામેલ થનાર આ ત્રીજી ફિલ્મ બની ગઈ છે. પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી ૨’ અને શાહરૂખ ખાનની ‘પઠાન’ બાદ સની દેઓલની ‘ગદર ૨’ પણ ૫૦૦ કરોડનો આંકડો પાર કરી ગઈ છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાને આ આંકડો ૨૮ દિવસોમાં અને ‘બાહુબલી ૨’એ ૫૦૦ કરોડનો આંકડો ૩૪માં પાર કર્યો હતો.