જાે તમને કોઈ વિદેશમાં ભણવા માટે એડમિશન કરાવી આપવાની વાત કરે તો ચેતજાે. કેમ કે અમદાવાદના બાપુનગર પોલીસે ત્રણ ગઠિયાની ધરપકડ કરી છે જેને લંડન માં યુનિવર્સિટી વેસ્ટ ઓફ લંડનમાં એડમિશન આપવાનું કહીને લખોની છેતરપિંડી આચરી છે.
બાપુનગર પોલીસ ની ગિરફ્તમાં આવેલા આ આરોપીના નામ છે દર્શિત રૈયાણી, વર્જ માલવિયા અને દીપ પટેલ. બાપુનગર પોલીસે આ ત્રણની ૧૧ લાખની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે. ગત ૪ તારીખે ફરીયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે પોતાના પુત્રને અભ્યાસ અર્થે વિદેશ એટલે કે લંડન મોકલવો હતો જેને લઇ ને દર્શિત રૈયાણી , વર્જ માલવિયા અને દીપ પટેલ સાથે સંપર્ક થયો હતો. જેમાં યુનિવર્સિટી વેસ્ટ ઓફ લંડન માં કોમ્પ્યુટર એન્જિનીયરીંગના અભ્યાસ માટે એડમિશન કરાવી આપવાનું કહ્યું હતું. જે અભ્યાસની ફી ૧૧ લાખ ૫૦ હાજર ભરવાની હતી. જેથી ફરિયાદીએ પોતાના બેંક એકાઉન્ટ માંથી ૧૧ લાખ ૫૦ હજાર આરોપીઓના ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યાર બાદ આરોપીઓએ એક લેટર અને ફીની સ્લીપ સામે વોટ્સએપમાં મોકલી આપી હતી.
ત્યાર બાદ ફરિયાદીએ આરોપી તરફથી વૉટ્સએપમાં મળેલ યુનિવર્સિટી વેસ્ટ ઓફ લંડનનો લેટર અને ફી ભરેલ સ્લીપની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આવી કોઈ જ ફી ભરવા માં નથી આવી. ત્યારે ફરિયાદીએ આરોપીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે આરોપી દર્શિત રૈયાણી, વ્રજ માલવિયા અને દીપ પટેલ ધાક ધમકી આપી હતી. પૈસા પરત કરવા બાબતે ત્યારે ફરિયાદીને માલુમ થયું કે પોતે છેતરાયા છે ત્યારે બાપુનગર પોલીસનો સંપર્ક કરી દર્શિત રૈયાણી, વ્રજ માલવિયા અને દીપ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બાપુનગર પોલીસે ફરિયાદના આધારે દર્શિત રૈયાણી, વ્રજ માલવિયા અને દીપ પટેલની ધરપકડ કરી ને પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે. જેમા લેટર અને ફીસ ભરેલ સ્લીપ બનવાતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બાપુનગર પોલીસે તપાસ શરુ કરી છે કે આ લેટર અને સ્લીપ ક્યાંથી બનાવી છે. આ સિવાય અન્ય કોઈ લોકોને છેતર્યા છે કે કેમ એ દિશામાં તપાસ શરુ કરી છે.