Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»પાકિસ્તાનમાં પહેલીવાર એક હિંદુ મહિલા ચૂંટણી લડશે
    WORLD

    પાકિસ્તાનમાં પહેલીવાર એક હિંદુ મહિલા ચૂંટણી લડશે

    Shukhabar DeskBy Shukhabar DeskDecember 26, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પાકિસ્તાનમાં આવતા વર્ષે ૨૦૨૪માં ૮મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં પહેલીવાર એક હિંદુ મહિલાએ ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લામાં સામાન્ય બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. ડોનના અહેવાલ મુજબ, સવેરા પ્રકાશ નામની એક હિન્દુ મહિલાએ બુનેર જિલ્લામાં PK-25ની સામાન્ય બેઠક માટે સત્તાવાર રીતે પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું છે. હિંદુ સમુદાયની સદસ્ય સવેરા પ્રકાશ તેના પિતાના પગલે ચાલીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. સવેરા પ્રકાશના પિતાનું નામ ઓમપ્રકાશ છે, જેઓ નિવૃત્ત ડોક્ટર છે. તેઓ અગાઉ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સભ્ય પણ રહી ચૂક્યા છે.


    અહેવાલ મુજબ, સોમવારે (૨૫ ડિસેમ્બર) ખૈબર પખ્તુનખ્વાના સ્થાનિક નેતા સલીમ ખાન, જે કૌમી વતન પાર્ટી સાથે જાેડાયેલા છે. તેમણે કહ્યું કે સવેરા પ્રકાશ બુનેરથી સામાન્ય બેઠક પર આગામી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો સબમિટ કરનાર પ્રથમ મહિલા છે. સવેરા પ્રકાશે ૨૦૨૨માં એબોટાબાદ ઈન્ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી મહિલા વિંગના જનરલ સેક્રેટરી તરીકે કામ કરી રહી છે. સવેરા પ્રકાશે મહિલા પાંખના મહાસચિવ તરીકે કામ કરતી વખતે સમુદાયના કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે મહિલાઓના ભલા માટે કામ કર્યું છે. આ ઉપરાંત પર્યાવરણને સ્વચ્છ રાખવાની કામગીરી પણ કરવામાં આવી છે. તેણીએ વિકાસ ક્ષેત્રે મહિલાઓની ઐતિહાસિક ઉપેક્ષા અને દમન પર પણ ભાર મૂક્યો હતો અને જાે તેઓ ચૂંટાય તો આ મુદ્દાઓને સંબોધિત કરવાનું લક્ષ્ય રાખે છે.

    ડૉનને આપેલા ઈન્ટરવ્યુમાં સવેરા પ્રકાશે કહ્યું કે તે તેના પિતાના પગલે ચાલીને વિસ્તારના વંચિતો માટે કામ કરશે. તેમણે ૨૩ ડિસેમ્બરે તેમના ઉમેદવારી પત્રો સબમિટ કર્યા અને આશા વ્યક્ત કરી કે પીપીપીનું વરિષ્ઠ નેતૃત્વ તેમની ઉમેદવારીને સમર્થન આપશે. તબીબી પરિવાર સાથે જાેડાયેલા સવેરા પ્રકાશે કહ્યું કે માનવતાની સેવા કરવી મારા લોહીમાં છે. તબીબી અભ્યાસ દરમિયાન તેમનું સ્વપ્ન ધારાસભ્ય બનવાનું હતું. તે સરકારી હોસ્પિટલોમાં નબળા મેનેજમેન્ટ અને લાચારીને દૂર કરવા સક્ષમ બનવા માંગે છે. પાકિસ્તાનના ચૂંટણી પંચના તાજેતરના સુધારામાં સામાન્ય બેઠકો પર પાંચ ટકા મહિલા ઉમેદવારોને સામેલ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    US-backed peace plan: યુક્રેને 20-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો, અમેરિકાના સહયોગથી રશિયાને યોજના મોકલી

    December 25, 2025

    Bangladesh: બાંગ્લાદેશમાં ચૂંટણીની તારીખ નક્કી – 12 ફેબ્રુઆરીએ નવી સરકારની પસંદગી થશે

    December 11, 2025

    Trump-Xi meeting: ટ્રમ્પ-શીની મુલાકાત પછી પણ અમેરિકામાં TikTok ની સ્થિતિ અસ્પષ્ટ

    October 30, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.