Flipkart Freedom Sale: અડધી કિંમતે iPhone અને Samsung ફ્લેગશિપ, 13 ઓગસ્ટથી શાનદાર ઓફર્સ
Flipkart Freedom Sale: ફ્લિપકાર્ટ પર ફરી એકવાર એક નવો ફ્રીડમ સેલ શરૂ થવા જઈ રહ્યો છે. 1 ઓગસ્ટથી શરૂ થયેલો છેલ્લો સેલ 8 ઓગસ્ટના રોજ સમાપ્ત થયો હતો, જેમાં સ્માર્ટફોન, લેપટોપ અને હોમ એપ્લાયન્સિસ પર ભારે ડિસ્કાઉન્ટ હતું. હવે કંપનીએ બીજા સેલની જાહેરાત કરી છે, જે 13 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી ચાલશે.
આ સેલમાં, સેમસંગ, એપલ, મોટોરોલા, વિવો, આસુસ, એચપી, ટીસીએલ જેવી બ્રાન્ડ્સના ઉત્પાદનો ભારે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ થશે. તમામ ઉત્પાદનો પર 10% બેંક ડિસ્કાઉન્ટ, તેમજ કેશબેક, નો-કોસ્ટ EMI અને એક્સચેન્જ ઑફર્સ પણ આપવામાં આવશે.
વીઆઈપી અને ફ્લિપકાર્ટ પ્લસના સભ્યોને વહેલા પ્રવેશ મળશે. 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે, કંપની 78 ખાસ ફ્રીડમ ડીલ્સ રજૂ કરશે, જેમાં સુપર કોઈન દ્વારા વધારાનું 10% ડિસ્કાઉન્ટ પણ શામેલ છે.
સૌથી મોટી ઑફર્સમાં શામેલ છે:
- iPhone 13 અને iPhone 14 સિરીઝ પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ
- iPhone 15 અને iPhone 16 સિરીઝ પર પણ મોટો ભાવ ઘટાડો
- Samsung Galaxy S23 અને S24 સિરીઝ અડધા ભાવે
- લૉન્ચ થયા પછી પહેલી વાર નવી Galaxy S25 સિરીઝ પર પણ ડિસ્કાઉન્ટ