નાણામંત્રી ર્નિમલા સીતારમણે આજે ફરી ભારતીયોને મોટી ભેટ આપી છે. જાે તમે પણ ભારતમાં બિઝનેસ કરી રહ્યા છો અને પોતાની કંપની છે તો તમારા માટે સરકારે મોટો ર્નિણય લીધો છે. સીતારમણે કહ્યું કે, ભારતીય કંપનીઓ હવે વિદેશી સ્ટોક એક્સચેન્જ ઉપરાંત અમદાવાદમાં આવેલી ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) પર સીધી લિસ્ટેડ થઈ શકશે. સરકારે આ ર્નિણયની જાહેરાત ત્રણ વર્ષ પહેલા કોવિડ રાહત પેકેજ હેઠળ કરી હતી, જેને ત્રણ વર્ષ બાદ મંજૂરી મળી છે. આ ર્નિણય બાદ ભારતીય કંપનીઓ વિદેશમાં જુદા જુદા સ્ટોક માર્કેટ પર પોતાના શેરને લીસ્ટેડ કરવાની સાથે ભંડોળ પણ એકત્ર કરી શકશે. ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૨૦માં મહામારી દરમિયાન જાહેર કરાયેલા રોકડ પેકેજ હેઠળ આ મોટા ર્નિણય અંગેનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો.
સીતારમણે જણાવ્યું કે, સ્થાનિક કંપનીઓ હવે વિદેશમાં પણ પ્રત્યક્ષરૂપે ઋણપત્ર લિસ્ટેડ કરી શકે છે.
મને આ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે, સરકારે ૈંહ્લજીઝ્ર એક્સચેન્જ પર લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓને ડાયરેક્ટ લિસ્ટિંગ કરવાની મંજૂરી આપવાનો પણ ર્નિણય લીધો છે. સીતારમણે વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા લેવાયેલો આ મોટો અને મહત્વનો ર્નિણય છે. કારણ કે, આ ર્નિણયથી હવે ભારતીય કંપનીઓને શ્રેષ્ઠ મૂલ્યાંકન સુવિધા મળશે ઉપરાંત વૈશ્વિક મૂડી સુધી પહોંચવામાં પણ મદદ મળશે. નાણામંત્રીએ કોર્પોરેટ બોન્ડ માર્કેટને મજબૂત કરવામાં મદદ કરવા માટે એએમસી રેપો સેટલમેન્ટ અને કોર્પોરેટ ડેટ માર્કેટ ડેવલપમેન્ટ ફંડના લોન્ચિંડ પ્રસંગે એક કાર્યક્રમાં આ બાબત જણાવી હતી.