શહેરમાં એક પરિણીતાએ ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે તેના સસરાને એક મિલકતમાં ભાગીદારને છૂટો કરવો હોવાથી નાણાની જરૂર હતી. આ કારણસર સસરા તેના ન્યૂડ વીડિયો ઉતારી અને તેના લાઈવ શો કરાવતા હતા.જેમાં તેના પતિ અને સાસુની પણ સંડોવણી હતી. સાયબર ક્રાઈમ પોલીસે આ ફરિયાદના આધારે રેપ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
પરણીતાએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે. પરિણીતાએ પોલીસને જણાવ્યા અનુસાર,પતિ દ્વારા તેના નેક્ડ વીડયો ઉતારવામાં આવતા હતા અને પતિ એ વીડિયો તેના સસરાને મોકલતો હતો. સસરા આ વીડિયો એક વોટ્સએપ ગ્રૃપમાં મુકતા હતા. તેમજ પતિ, સસરા અને સાસુ પણ આ વીડિયો જાેતા હતા. પરિણીતા દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવતો પરંતુ પતિ તેને જવાબ આપતો ન હતો.પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, સસરાએ પુત્ર-પુત્રવધુના રુમમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા હતા.
જેનો વિરોધ કરતા પતિએ ભલે રહ્યાં તેમ જણાવી પરિણીતાને ચુપ કરાવી દીધી હતી. પરિણીતા પતિ સાથે શારીરિક સંબંધ બાંધતી ત્યારે સસરા સીસીટીવી થકી પોતાના રૂમમાં સ્ક્રીનમાં આ દ્રશ્યો જાેતા હતા. એક દિવસ પતિ અને સસરા પરિણીતાને એક હોટલમાં લઇ ગયા હતા અને જ્યાં અગાઉથી ત્રણ આફ્રિકન કોલગર્લ બોલાવી હતી. બાદમાં સસરાએ પરિણીતાને કહ્યું હતું કે, મારો પુત્ર જે રીતે આ કોલગર્લ સાથે સંબંધ બાંધે એ પ્રમાણે તારે ઘરે તેની સાથે સંબંધ બાંધવાનો છે. પરિણીતાની ઇચ્છા ન હોવા છતાં પતિ તેની સાથે એ પ્રકારે સંબંધ બાંધતો હતો.