Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»FIIના ઈનફલોની દ્રષ્ટિએ ચાલુ નાણાં વર્ષ ઈક્વિટી માટે એકદમ ખરાબ રહ્યું
    Business

    FIIના ઈનફલોની દ્રષ્ટિએ ચાલુ નાણાં વર્ષ ઈક્વિટી માટે એકદમ ખરાબ રહ્યું

    SatyadayBy SatyadayMarch 18, 2025Updated:March 18, 2025No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share Market
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    FII

    વર્તમાન નાણાં વર્ષના ઓકટોબર મહિનાથી દેશના શેરબજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની એકધારી વેચવાલી ચાલુ રહેતા ભારતીય ઈક્વિટી બજારમાંથી એફઆઈઆઈના આઉટફલોની દ્રષ્ટિએ વર્તમાન નાણાં વર્ષ એકદમ  જ ખરાબ પૂરવાર થયું છે. વર્તમાન નાણાં વર્ષમાં વિદેશી રોકાણકારોની ઈક્વિટી કેશમાં  વેચવાલી રૂપિયા ચાર લાખ કરોડને પાર કરી ગઈ છે.

    વર્તમાન નાણાં વર્ષના પ્રથમ અગિયાર મહિનામાં ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની કેશમાં  અત્યારસુધીમાં રૂપિયા ૪.૨૩ લાખ કરોડથી વધુની નેટ વેચવાલી રહી છે. ગયા નાણાં વર્ષ એટલે કે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં વિદેશી રોકાણકારોની રૂપિયા ૧૪૩૯૫ કરોડની નેટ વેચવાલી જોવા મળી હતી. ADB

    વર્તમાન નાણાં  વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય ઈક્વિટીસમાં મોટું કરેકશન જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેકસ ૭.૩૦ ટકા અને નિફટીમાં  ૮.૩૦ ટકા ઘટાડો થયો હતો, જે ૨૦૨૨ના જૂન ત્રિમાસિક બાદ સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો જોવા મળ્યો હતો.

    અમેરિકામાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં  ટેરિફ વોર ઉપરાંત વેપાર ખોરવાઈ જવાની ધારણાંએ  ઈક્વિટી બજારમાં વેચવાલી આવી હતી. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ધીમો પડવાના સંકેતે પણ વિદેશી રોકાણકારોનુંમાનસ ખરડાયેલુ છે.

    કેટલીક રેટિંગ એજન્સીઓ દ્વારા વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો આવી પડયો છે, જે દેશની એકંદર આર્થિક સ્થિતિના સંકેત આપે છે. સેકન્ડરી બજારમાં વેચવાલ રહીને  વિદેશી રોકાણકારો પ્રાઈમરી માર્કેટમાં નાણાં ઠાલવી રહી છે, પરંતુ તેની માત્રા ઘણી જ સામાન્ય છે.

    FII
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    Indian Currency: RBI ના પગલાંથી રૂપિયામાં મજબૂતી પાછી આવી

    December 24, 2025

    Swiggy Report: બિરયાનીનો વિકાસ ચાલુ છે, 2025 સુધીમાં 93 મિલિયન ઓર્ડર મળશે

    December 24, 2025

    વર્ષનો છેલ્લો IPO: મોર્ડન ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટર ₹36.89 કરોડનો ઇશ્યૂ લાવશે

    December 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.