એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનએ ઓગસ્ટ, ૨૦૨૩ માં કુલ ૧૬.૯૯ લાખ મેમ્બર્સ જાેડ્યા હતા. નિયમિત પગાર પર નોકરી મેળવનારાઓ વિશે જાહેર કરાયેલા પેરોલ ડેટામાં આ માહિતી આપવામાં આવી હતી. શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આંકડાઓની વાર્ષિક ધોરણે સરખામણી કરવામાં પર ઓગસ્ટ ૨૦૨૨ની સરખામણીમાં આ વર્ષે નેટ સભ્યોની સંખ્યામાં થોડો વધારો જાેવા મળ્યો હતો. આજે જાહેર કરાયેલા EPFOના પ્રોવિઝનલ પેરોલ ડેટા દર્શાવે છે કે EPFOએ ઓગસ્ટ, ૨૦૨૩ મહિનામાં ૧૬.૯૯ લાખ સભ્યો જાેડ્યા હતા. ઓગસ્ટ, ૨૦૨૨માં ગયા વર્ષની સરખામણીમાં નેટ સભ્યોમાં થોડો વધારો દર્શાવે છે.
ડેટા દર્શાવે છે કે ૩૨૧૦ સંસ્થાઓએ મહિના દરમિયાન તેમનો પહેલો ઈઝ્રઇ મોકલીને તેમના કર્મચારીઓને EPFOનું સામાજિક સુરક્ષા કવચ વધાર્યું છે. પેરોલ ડેટાનું જેન્ડર પ્રમાણે વિશ્લેષણ દર્શાવે છે કે મહિના દરમિયાન જાેડાયેલા કુલ ૯.૨૬ લાખ નવા સભ્યોમાંથી લગભગ ૨.૪૪ લાખ નવા સભ્યો મહિલાઓ છે, જેઓ પ્રથમ વખત EPFO સાથે જાેડાઈ રહ્યા છે.
ઉપરાંત, મહિના દરમિયાન મહિલા મેમ્બર્સની હિસ્સેદારી આશરે ૩.૪૩ લાખ રહી હતી. મહિના દરમિયાન ૩૨૧૦ સંસ્થાઓએ તેમના કર્મચારીઓને તેમની પ્રથમ ઈઝ્રઇ સબમિટ કરીને EPFOની સામાજિક સુરક્ષા યોજનાના દાયરામાં લાવ્યા છે. EPFOમાં જાેડાનાર ૧૮-૨૫ વર્ષની વયજૂથના યુવાનોનો હિસ્સો કુલ નવા સભ્યોમાં ૫૮.૩૬ ટકા છે. આ દર્શાવે છે કે મોટા ભાગના પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાઓ સંગઠિત ક્ષેત્રમાં જાેડાઈ રહ્યા છે. નિયમિત પગાર પર નોકરી મેળવનારાઓનો ડેટા દર્શાવે છે કે લગભગ ૧૧.૮૮ લાખ સભ્યો EPFOમાં ફરી જાેડાયા છે. આ દર વાર્ષિક ધોરણે ૧૦.૧૩ ટકા વધ્યો છે. આ સભ્યોએ તેમની નોકરી બદલી અને EPFO હેઠળની સંસ્થાઓમાં ફરી જાેડાયા.
ઉપરાંત, તેઓએ અંતિમ સમાધાન માટે અરજી કરવાને બદલે તેમની થાપણો ટ્રાન્સફર કરવાનું પસંદ કર્યું હતું. આંકડાઓ અનુસાર, છેલ્લા બે મહિનામાં ઈઁર્હ્લંમાંથી બહાર નીકળનારા સભ્યોની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. રાજ્યવાર વિશ્લેષણ કરીએ તો મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને હરિયાણામાં સૌથી વધુ મેમ્બર્સ જાેડાયા છે. આ રાજ્યોમાં ઓગસ્ટમાં સંયુક્ત રીતે ૯.૯૬ લાખ સભ્યો વધ્યા છે, જે કુલ નવા સભ્યોના ૫૮.૬૪ ટકા છે.