Electricity Prices: વીજળીના ભાવ હવે બજારથી નક્કી થશે
Electricity Prices: વીજળી ફ્યુચર્સ એક પ્રકારનો કરાર છે જેમાં ખરીદનાર અને વેચનાર ભવિષ્યમાં કોઈ દિવસે વીજળીનો ભાવ શું હશે તે અગાઉથી નક્કી કરે છે. આમાં, વાસ્તવિક વીજળીની કોઈ ડિલિવરી થતી નથી, ફક્ત કિંમતોનો વ્યવહાર થાય છે.
Electricity Prices: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ વીજળીના વેપારને શેરબજાર સાથે જોડતા એક મોટા કદમની શરૂઆત કરી છે. NSEએ જાહેરાત કરી છે કે 11 જુલાઈ 2025 થી તે “Electricity Futures” એટલે વીજળીના ફ્યુચર કરારની ટ્રેડિંગ શરૂ કરશે. આ માટે એક ખાસ પ્રોત્સાહક યોજના (Liquidity Enhancement Scheme – LES) પણ શરૂ કરવામાં આવી રહી છે.
ઇલેક્ટ્રિસિટી ફ્યુચર્સ શું છે?
ઇલેક્ટ્રિસિટી ફ્યુચર્સ એ એક પ્રકારનો કરાર (contract) હોય છે, જેમાં ખરીદનાર અને વેચનાર પહેલેથી નક્કી કરી લે છે કે ભવિષ્યમાં કોઈ નિશ્ચિત દિવસે વીજળીની કિંમત કેટલી હશે. તેમાં વાસ્તવિક વીજળીનું વિતરણ નહીં થાય, ફક્ત કિંમતનો વ્યવહાર કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, જો કોઈને લાગે કે આવતા દિવસોમાં વીજળી મોંઘી થશે, તો તે હવે સસ્તી કિંમતે સોદો કરી લે છે. આથી જોખમ ઘટે છે. આ ટ્રેડિંગમાં લોકો, કંપનીઓ કે જે વીજળી ખરીદે છે, વીજળી બનાવતી કંપનીઓ, વીજળી ટ્રાન્સફર કરતી કંપનીઓ અને SEBI પાસેથી મંજૂરી પ્રાપ્ત નાણાકીય સંસ્થાઓ ભાગ લઈ શકે છે.
NSE નો ઉદ્દેશ શું છે?
ભારતમાં વીજળીની જરૂરિયાત ઝડપથી વધી રહી છે. NSE ઇચ્છે છે કે વીજળીની કિંમતો પારદર્શી રીતે નક્કી થાય અને કંપનીઓને ભાવના ઊછાળો-ઘટાળાથી બચાવવામાં આવે. આ માટે NSE ને મે 2025 માં વીજળી ફ્યુચર્સ શરૂ કરવાની મંજૂરી મળી હતી અને હવે તેને સફળ બનાવવા માટે એક ઇનામ યોજના શરૂ કરવામાં આવી છે.
LES યોજના શું છે?
NSE આ નવા બજારમાં બે Market Makers બનાવશે, MM1 અને MM2. તેઓ સતત ખરીદી-વિક્રીના દરો મૂકતા રહેશે જેથી ટ્રેડિંગ ચાલુ રહે અને લિક્વિડિટી જળવાઈ રહે. MM1 ને દર મહિને ₹85 લાખ સુધી ઇનામ મળશે અને MM2 ને દર મહિને ₹45 લાખ સુધી ઇનામ મળશે. પરંતુ આ માટે તેમને NSE ની નિર્ધારિત શરતો પૂરી કરવી પડશે.

Market Maker બનવાની શરતો:
-
નેટવર્થ ઓછામાં ઓછા 5 કરોડ રૂપિયાનું હોવું જોઈએ
-
ગયા એક વર્ષમાં કોઈ ગંભીર શિસ્તભંગનો મામલો ન હોવો જોઈએ
-
કોમોડિટી ડેરીવેટિવ્સમાં Algo ટ્રેડિંગ માટે મંજૂરી મળેલી હોવી જોઈએ
-
વીજળી સાથે સંકળાયેલ કોઈપણ કામમાં અનુભવ હોવો જોઈએ, જેમ કે વીજળી બનાવવી, ટ્રાન્સફર કરવી, સપ્લાય કરવી કે સંબંધિત પ્રોજેક્ટમાં કામ કરવું
રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ
જે લોકો Market Maker બનવા માંગે છે, તેમને 2 જુલાઈ 2025 સુધી NSEમાં રજીસ્ટ્રેશન કરવું પડશે.
મોટા પાયે, NSEનું આ પગલું વીજળી ક્ષેત્રને નવા યુગમાં લઈ જશે, જ્યાં ભાવ નિર્ધારણથી લઈને જોખમ વ્યવસ્થાપન સુધી બધું ફાઈનાન્શિયલ રીતે યોજાય શકશે.