Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આપના ધારાસભ્ય સામે ઈડીની મોટી કાર્યવાહી ૪૦ કરોડની છેતરપિંડીના કેસમાં જસવંતસિંહ ગજ્જનની અટકાયત
    India

    આપના ધારાસભ્ય સામે ઈડીની મોટી કાર્યવાહી ૪૦ કરોડની છેતરપિંડીના કેસમાં જસવંતસિંહ ગજ્જનની અટકાયત

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 6, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરા સામે મોટી કાર્યવાહી કરવાની ઘટના સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગજ્જનની અટકાયત કરી છે. ઈડીએ બેંક સાથે કરોડોની છેતરપિંડીના જૂના કેસમાં આ કાર્યવાહી કરી છે. મળતા અહેવાલો મુજબ ઈડીએ છેતરપિંડી મામલે પૂછપરછ કરવા જસવંત સિંહની અટકાયત કરી છે. ઈડીની ટીમે જસવંત સિંહને હાલ જાલંધર લઈને પહોંચી છે, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે.

    ગજ્જન આજે મલેરકોટલા પાસે એક બેઠકમાં હતા, તે દરમિયાન ઈડીએ અટકાયત કરી છે. મળતા અહેવાલો મુજબ ગજ્જને બેંક સાથે કથિત ૪૦ કરોડની છેતરપિંડી કરી હોવાના જૂના કેસમાં ઈડીએ આ કાર્યવાહી કરી છે. ઈડી અગાઉ પણ ઘણીવાર તપાસ કરી ચુકી છે.
    અગાઉ ઈડીએ સપ્ટેમ્બર મહિનામાં જસવંત સિંહ ગજ્જન માજરાના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. ઈડીના અધિકારીઓએ લગભગ ૧૪ કલાક સુધી દરોડાની કાર્યવાહી કરી હતી. તે દરમિયાન માજરાએ જણાવ્યું હતું કે, ઈડીની ટીમ તેમના નિવાસસ્થાનેથી ૩૨ લાખ રોકડ અને ૩ મોબાઈલ ફોન સાથે લઈ ગઈ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.