Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Auto»E-Activa Vs E-Access કયું ઇલેક્ટ્રિક સ્કૂટર છે શ્રેષ્ઠ?
    Auto

    E-Activa Vs E-Access કયું ઇલેક્ટ્રિક સ્કૂટર છે શ્રેષ્ઠ?

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 30, 2025No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    E-Activa Vs E-Access
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    E-Activa Vs E-Access રેન્જ, ફીચર્સ અને કિંમતમાં તફાવત જુઓ

    E-Activa Vs E-Access: ઈલેક્ટ્રિક સ્કૂટર્સે ભારતમાં ધૂમ મચાવી છે. આજકાલ બજારમાં ઈલેક્ટ્રિક સ્કૂટરના ઘણા મોડેલ છે. પરંતુ હોન્ડા અને સુઝુકીએ તેમના સ્કૂટરના આધારે ઈલેક્ટ્રિક મોડેલ લોન્ચ કર્યા છે. ચાલો જાણીએ કે બે સ્કૂટર્સમાંથી કયું શ્રેષ્ઠ છે.

    E-Activa Vs E-Access : ભારતીય ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. આ સેગમેન્ટમાં ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે. જોકે આ સેગમેન્ટમાં મોટાભાગે નવી કંપનીઓનું વર્ચસ્વ હતું, ગયા વર્ષે ટીવીએસ અને બજાજ જેવી ઘણી કંપનીઓ તેમના ઈલેક્ટ્રિક સ્કૂટર્સ સાથે ટોચના સ્થાને આવી છે. હવે હોન્ડાએ આ સેગમેન્ટમાં તેના એક્ટિવા E અને સુઝુકી વિથ ઈ એક્સેસ સાથે પ્રવેશ કર્યો છે.

    હોંડા એક્ટિવા ઈ નું લૉન્ચ અને સુઝુકી ઈ-એકસેસનો અપકમિંગ મુકાબલો

    હોંડા એક્ટિવા ઈ ને રૂ. 1.17 લાખ (એક્સ-શો રૂમ)ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. તેની ડિલિવરીનો પહેલો તબક્કો બેંગલુરુ, દિલ્હી અને મુંબઈમાં શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ, સુઝુકી ઈ-એકસેસની લોન્ચિંગ આ વર્ષે અંત સુધીમાં થવાની શક્યતા છે.

    E-Activa Vs E-Access

    અહીં અમે આપને સ્પેસિફિકેશન, રેન્જ અને ફીચર્સના આધારે એક બીજાની ટક્કર આપતાં બંને ઇલેક્ટ્રિક સ્કૂટરોની સરખામણી દર્શાવી છે.

    ફીચર્સમાં તફાવત

    જો સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો સુઝુકી ઈ-એકસેસમાં નીચેના ફીચર્સ આપવામાં આવ્યા છે:

    • LED DRL સાથેનું ઓલ-LED લાઇટ સેટઅપ

    • કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ (CBS)

    • ફ્યુઅલ લિડ ઓપનર માટે રિમોટ ફીચર

    • ટ્વીન ફ્રન્ટ પોકેટ

    • 24.4 લીટરનું અન્ડરસીટ સ્ટોરેજ સ્પેસ

    • બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે ડિજિટલ કન્સોલ

    બીજી બાજુ, હોંડા એક્ટિવા ઈમાં “Honda RoadSync Duo” ટેક્નોલોજી આપવામાં આવી છે, જે બ્લૂટૂથ દ્વારા સ્માર્ટફોનને કનેક્ટ કરી વોઇસ કોલ અને નેવિગેશન જેવી સુવિધાઓ આપે છે.

    E-Activa Vs E-Access

    સ્કૂટરોનાં રેન્જમાં તફાવત

    હોંડા એક્ટિવા ઈમાં 2 સ્વૈપેબલ બેટરી આપવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર 3 રાઇડિંગ મોડ સાથે આવે છે – સ્ટાન્ડર્ડ, સ્પોર્ટ અને ઇકોન. કંપનીનો દાવો છે કે એક વાર સંપૂર્ણ ચાર્જ પર સ્કૂટર લગભગ 102 કિમી સુધી જઈ શકે છે.

    સુઝુકી ઈ-એકસેસમાં 3.07 kWh LFP ફિક્સ્ડ બેટરી પૅક આપવામાં આવ્યો છે. કંપની જણાવે છે કે આ સ્કૂટરનું IDC રેન્જ 95 કિમી છે. તેની ટોપ સ્પીડ 71 કિમી પ્રતિ કલાક છે. બેટરી 0થી 80% સુધી લગભગ 4 કલાક અને 30 મિનિટમાં ચાર્જ થાય છે, જ્યારે 240-વૉટ પોર્ટેબલ ચાર્જરથી 6 કલાક અને 42 મિનિટમાં ચાર્જ થાય છે. સ્કૂટરમાં ત્રણ રાઇડિંગ મોડ્સ છે – ઈકો, રાઈડ ‘A’ અને રાઈડ ‘B’, સાથે રિવર્સ મોડ પણ આપવામાં આવ્યો છે.

    ડિઝાઇનમાં તફાવત

    હોંડા એક્ટિવા ઈ નો ડિઝાઇન પરંપરાગત એક્ટિવા જેવી જ છે અને તે જ બોડી અને ચેસીસ પર આધારિત છે. કંપનીએ પોતાની સૌથી વધુ વેચાતી સ્કૂટર “એક્ટિવા”ના લુક અને ફીલને જાળવીને આ ઇલેક્ટ્રિક વર્ઝનમાં રજૂ કર્યો છે.

    વળી, સુઝુકી ઈ-એકસેસ સંપૂર્ણ રીતે નવો પ્લેટફોર્મ છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગળ ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળ સ્વિંગઆર્મ-ટાઈપ સસ્પેન્શન આપવામાં આવ્યું છે. બંને પૈડાંમાં 12-ઇંચના એલોય વ્હીલ્સ છે. બ્રેકિંગ માટે આગળ ડિસ્ક બ્રેક અને પાછળ ડ્રમ બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Vida VX2 Scooter: ત્રણે નવા રંગોમાં સસ્તા ભાવમાં લોંચ

    June 29, 2025

    Diesel Cars માં યુરિયાનું મહત્વ અને કાર્ય

    June 29, 2025

    ABS: બાઈકમાં ABS સેફ્ટી ફીચરનું મહત્વ અને તે કેવી રીતે બચાવે જીવ?

    June 28, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.