Crude oil
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ ખાદ્યતેલોના ભાવ મક્કમ હતા. માગ જળ વાઈ રહી હતી. વિશ્વ બજારમાં મલેશિયા ખાતે પામતેલનો વાયદો આજે ૧૫૪થી ૧૭૧ પોઈન્ટ વધી આવ્યાના સમાચાર મળ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોદીઠ ભાવ આયાતી પામંતેલના વધી રૂ.૧૩૭૦ રહ્યા હતા. મુંબઈ સિંગતેલના ભાવ વધી રૂ.૧૪૫૦ તથા કપાસિયા તેલના ભાવ વધી રૂ.૧૩૩૦ રહ્યા હતા. સોયાતેલના ભાવ રિફાઈન્ડના વધી રૂ.૧૩૩૦ રહ્યા હતા.
સનફલાવરના ભાવ વધી રૂ.૧૩૬૫ તથા રિફાઈન્ડના રૂ.૧૪૪૦ રહ્યા હતા. મસ્ટર્ડ-સરસવ તેલના ભાવ વધી રૂ.૧૩૨૫ તથા રિફાઈન્ડના રૂ.૧૩૫૫ રહ્યા હતા. કોપરેલના ભાવમાં પણ દક્ષિણ પાછળ તેજી આગળ વધી હતી. દરમિયાન, મુંબઈ દિવેલના હાજર ભાવ આજે વધુ રૂ.૨ વધતાં હાજર એરંડાના ભાવ કિવ.ના વધુ રૂ.૧૦ ઉંચકાયા હતા જ્યારે એરંડા વાયદાના ભાવ ઊછળી ઉંચામાં રૂ.૬૮૦૦ નજીક પહોંચ્યા પછી ઉંચેથી ઘટી રૂ.૬૭૦૦ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ જો કે એરંડા ખોળના રૂ.૧૦૦ નરમ રહ્યા હતા. સિંગખોળના ભાવ ટનના રૂ.૫૦૦ ઉંચા બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, કંડલા ખાતે ભાવઆરબીડી પામોલીનના રૂ.૧૩૭૫ રહ્યા હતા. પામતેલના રૂ.૧૩૬૦ અને સોયાતેલ રિફાઈન્ડના રૂ.૧૩૨૫ ફેબુ્રઆરી તથા ૧૩૩૦ માર્ચના રહ્યા હતા. હઝીરા ખાતે સોયાતેલ રિફાઈન્ડના ભાવ રૂ.૧૩૧૩થી ૧૩૧૮ રહ્યા હતા. ખપોલી ખાતે સનફલાવર તેલના ભાવ રિફાઈન્ડના રૂ.૧૪૪૦ ફેબુ્રઆરીનાતથા રૂ.૧૪૫૫ માર્ચના રહ્યા હતા. સૌરાષ્ટ્ર ખાતે કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૧૨૭૦થી ૧૨૮૦ રહ્યા હતા. ત્યાં સિંગતેલના ભાવ વધી રૂ.૧૪૦૦ તથા ૧૫ કિલોના રૂ.૨૨૫૦ બોલાતા થયા હતા. પાતાલગંગા પામોલીનના ભાવ રૂ.૧૩૭૦ રહ્યા હતા. નવી મુંબઈ બંદરે આરબીટી પામના ભાવ રૂ.૧૩૭૫ રહ્યા હતા.
દરમિયાન, બજારમાં ચર્ચાતી વાતો મુજબ સરકાર ખાદ્યતેલોની ઈંમ્પોર્ટ પરની ડયુટી (સેસ)માં વધારો કરવા વિચારી રહી છે. દેશના ખેડૂતોને સપોર્ટ કરવા આયાત ડયિટીમાં વૃદ્ધીની શક્યતા વિચારાઈ રહી છે. ભારતમાં ડયુટી વધશે તો ઘરઆંગણે ખાદ્યતેલોના ભાવ વધશે સામે વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ દબાણ હેઠળ આવશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાતેલના ભાવ ૨૧ પોઈન્ટ નરમ રહ્યાના સમાચાર મળ્યાહતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલ વધતાં તેની પાછળ વૈશ્વિક ખાદ્યતેલોના ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા.