નવસારીમાં હવે જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે. વરસાદની હાથતાડીને કારણે પાક સુકાયો છે. વરસાદ નહીં વરસતા ડાંગર અને શેરડીનો પાક બરબાદ થયો છે. પાણી ન મળતા પાકમાં જીવાત પડી છે. સદલાવ ગામના ખેડૂતો મુખ્યત્વે ડાંગર અને શેરડીની ખેતી કરે છે. જુલાઈમાં અતિવૃષ્ટિના કારણે શેરડી અને અન્ય પાકને નુકસાન થયું હતું. એવામાં ઓગસ્ટ મહિના બાદ વરસાદે હાથ તાડી આપી છે.દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ડાંગરની ખેતી કરતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા. ઓગસ્ટ મહિનામાં વરસાદ નહીં પડતા ડાંગર અને શેરડીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. ડાંગર પકવવા માટે તૈયાર કરવામાં આવેલુ ધરું સુકાઈ જવાના આરે છે. જિલ્લામાં અંદાજે ૭૦ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં શેરડી અને ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે.
જેમાં મોટાપાયે ડાંગરનું વાવેતર છે. જે પાકમાં પાણીની જરૂરિયાત હોવાથી હાલ વરસાદ નહીં પડતા પાકમાં રોગ આવી ગયો છે.સદલાવ ગામના ખેડૂતો મુખ્યત્વે ડાંગર અને શેરડીની ખેતી કરે છે. જુલાઈમાં અતિવૃષ્ટિના કારણે શેરડી અને અન્ય પાકને નુકસાન થયું હતું. એવામાં ઓગસ્ટ મહિના બાદ વરસાદે હાથ તાડી આપી છે. હાલ પાક બચાવવા સિંચાઈ વિભાગ દ્વારા નહેરનો રોટેશન શરૂ કરવામાં આવ્યું છે અને ડેમમાંથી પાણી ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે. જાે ચોમાસામાં નહેર અને બોર આધારીત ખેતી કરવાનો વારો આવ્યો છે. તો ભવિષ્યમાં ઉનાળામાં શું સ્થિતિ થશે તેની ચિંતા ખેડૂતોની સતાવી રહી છે.