Constipation Drink: દિવસભર તાજગી અનુભવવા માટે, તમે સ્વસ્થ અને ફિટ રહો તે મહત્વનું છે. જો તમારી દિવસની શરૂઆત ખરાબ હોય તો તે તમારા આખા દિવસને અસર કરે છે. હા, અમે વાત કરી રહ્યા છીએ કબજિયાતની. કબજિયાત એક એવી સમસ્યા છે જેના કારણે પેટ યોગ્ય રીતે સાફ નથી થતું. તેની સાથે જ પેટમાં ભારેપણું, અપચો અને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓ થવા લાગે છે. જો તમને પણ કબજિયાતની સમસ્યા છે અને સવારે ઉઠીને તમારું પેટ બરાબર સાફ નથી થતું તો તમારે તમારી જીવનશૈલી અને ખાનપાનની આદતોમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. કબજિયાતથી રાહત મેળવવા માટે, તમે કેટલાક ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો. આજે અમે તમને એક એવા ડ્રિંક વિશે જણાવીશું જેનું સેવન તમે સવારે ઉઠ્યા પછી કબજિયાતથી રાહત મેળવવા માટે કરી શકો છો.
કબજિયાતમાં રાહત મેળવવા માટે આ પીણાં પીવો
વરિયાળી પાણી
સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી અથવા વરિયાળીની ચા પીવાથી ગેસ અને અપચોની સમસ્યામાં પણ રાહત મળે છે. આ માટે ગેસમાં એક તપેલી રાખો અને તેમાં પાણી ગરમ કરો. હવે તેમાં વરિયાળી નાખીને 5-10 મિનિટ ઉકાળો. આ હૂંફાળું પીણું પીવાથી, તમે ખૂબ જ હઠીલા કબજિયાતને પણ મટાડી શકો છો.
કુંવરપાઠુ
સવારે ઉઠ્યા પછી ખાલી પેટ એલોવેરા જ્યુસનું સેવન કરવાથી તમને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. એલોવેરામાં રહેલા તત્વો અને બાયોએક્ટિવ સંયોજનો પાચન સુધારવામાં મદદ કરે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. જો તમને કબજિયાતને કારણે ગેસની સમસ્યા હોય તો તમે તેમાં કાળું મીઠું મિક્ષ કરીને પણ પી શકો છો.
લીંબુ પાણી
જો તમારું પેટ બરાબર સાફ નથી થતું તો તમે સવારે ઉઠીને એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુ મિક્સ કરીને પી શકો છો. વિટામિન સી અને સાઇટ્રિક એસિડથી ભરપૂર લીંબુ પાણીનું રોજ ખાલી પેટ સેવન કરવાથી એસિડિટી, ખાટા ઓડકાર અને ગેસ જેવી સમસ્યાઓ દૂર થાય છે.