America
Americaમાં સસ્તા કર્જની અપેક્ષા રાખનારાઓ માટે મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં કોઈપણ ઘટાડો કર્યા વગર તેને હાલની સપાટી પર જ રાખવાનો નિર્ણય કર્યો છે. ફેડરલ રિઝર્વ હાલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવિત ટેરિફ પ્લાનની જાહેરાતની રાહ જોઈ રહ્યો છે. આ પ્લાન જાહેર થયા પછી જ ફેડરલ રિઝર્વ આગામી દિવસોમાં વ્યાજ દરો અંગેની પોતાની નીતિ સ્પષ્ટ કરશે.
ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) દ્વારા વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવા અંગે લેવાયેલા નિર્ણય બાદ, ફેડરલ રિઝર્વના ચેરમેન જોરોમ પાવેલે જણાવ્યું કે, ટ્રમ્પના ટેરિફ પ્રસ્તાવને લઈને પૂરતી સ્પષ્ટતા ઉપલબ્ધ નથી, તેથી નીતિમાં તત્કાલ સુધારો શક્ય નથી. તેમણે કહ્યું કે, ટેરિફ, ઈમિગ્રેશન અને નાણાકીય નીતિઓ વિશે શું થવાનું છે તે હજુ સ્પષ્ટ નથી. એકવાર આ નીતિઓ જાહેર થાય, ત્યારે જ ફેડરલ રિઝર્વ તેનો અર્થતંત્ર પર થનારા અસરનો વિશ્લેષણ કરી શકે.