Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Dollar Vs Rupee: ટેરિફ વૉરની ભીતિ વચ્ચે રૂપિયો કડડભૂસ, ડૉલર સામે 39 પૈસા તૂટી 87.46ની ઓલટાઇમ નીચી સપાટીએ
    Business

    Dollar Vs Rupee: ટેરિફ વૉરની ભીતિ વચ્ચે રૂપિયો કડડભૂસ, ડૉલર સામે 39 પૈસા તૂટી 87.46ની ઓલટાઇમ નીચી સપાટીએ

    SatyadayBy SatyadayFebruary 5, 2025No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Dollar Vs Rupee

    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, કેનેડા, મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત કરતાં રૂપિયો ગગડ્યો છે. ડૉલર સામે રૂપિયો આજે વધુ 39 પૈસા તૂટી 87.46ની ઓલટાઇમ નીચી સપાટીએ પહોંચ્યો છે. વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર શરુ થવાની ભીતિ સાથે ફોરેક્સ માર્કેટમાં હલચલ વધી છે. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું કે, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરુ થતાં રોકાણકારો હાલ સાવચેતીનું વલણ દર્શાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યક્રમમાં ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર પણ ઊંચો ટેરિફ લાદવાની ધમકી આપી હતી. જેના લીધે ભારત પર પણ ટેરિફનું જોખમ વધ્યું છે.

    મોંઘવારી વધવાનું જોખમ

    ડૉલર સામે રૂપિયો છેલ્લા કેટલાક દિવસોથી ગગડતાં આયાત મોંઘી થવાની શક્યતા છે. જેની સાથે વિદેશમાં હરવા-ફરવા અને અભ્યાસ મોંઘો થશે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને સોનાના ભાવ વધશે. આયાત થતી કોમોડિટીના ભાવો આસમાને પહોંચતાં મોંઘવારી વધશે. દેશમાં વિદેશી રોકાણ પણ ઘટશે. રૂપિયામાં નોંધાઈ રહેલો કડાકો અટકાવવા માટે આરબીઆઇની દખલ આવશ્યક બની છે.

     

    Dollar vs Rupee
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    LIC Scheme: નિવૃત્તિ પછી દર મહિને 15,000 રૂપિયા પેન્શન મેળવો

    September 24, 2025

    Mutual Fund: ₹950 લાખ કરોડની બચત, બજારમાં ₹70 લાખ કરોડ, રોકાણની નવી લહેર

    September 24, 2025

    Crude Oil: એશિયન બજારોમાં માર્જિન વધ્યું, ભારતીય રિફાઇનરીઓનો નફો વધ્યો

    September 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.