સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. નદીમાં વધી રહેલા પ્રદૂષણ મામલે હાઇકોર્ટે આકરું વલણ આપનાવ્યું છે. કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધડો લીધો હતો.
કોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને ય્ઁઝ્રમ્ કોઈ કોંક્રિટ પગલાં લઈ રહ્યા નથી. કોઈ પ્લાનિંગ નથી, કોઈ રોડ મેપ નથી, કોઈ ટાઈમ લાઈન નથી. માત્ર સોગંદનામા નહીં હકીકતમાં દેખાય એવું કામ થવું જાેઈએ. કોઈ વિઝન વગરની કામગીરી ચાલી શકે નહિ. તો હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, મ્યુનિસિપલ કમિશનરનું વિઝન સ્પષ્ટ હોવું જાેઈએ.
તમારા પ્રશ્નોનું સમાધાન તમારે જ કરવાનું છે. તમારા પ્રહસનો બતાવીને કામગીરી ન બતાવો તે ચલાવી શકાય નહી. કોર્ટે કામગીરી મામલે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, તમે કોઈ કામગીરી નથી કરી એવું નથી પણ જે કર્યું છે એ પર્યાપ્ત નથી. જાહેર હિતમાં જે રીતે કામ થવું જાેઈએ એ દેખાતું નથી. તો હાઈકોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પણ ઝાટકણી કાઢી હતી. કોર્ટ કહ્યું કે માત્ર આંખમાં ધૂળ નાખવાનું કામ ના કરો. તમને તમારી સત્તાઓ અને જવાબદારીઓ ખબર છે?