વલસાડ તાલુકાના મગોદડુંગરી ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તા. ૨૧ જુલાઈના રોજ સવારે ૧૧ વાગ્યે આપત્તિ વ્યવસ્થાપન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં NDRF ટીમનાં ઇન્સ્પેકટર દિપકભાઈ બાબુ તેમજ NDRFની સમગ્ર ટીમ, BRC મિતેશભાઈ પટેલ તેમજ CRC શીતલબેન તમાકુવાલા, શાળાનાં આચાર્યા તેજલબેન પટેલ અને શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.
NDRF ટીમનાં ઇન્સ્પેકટર દિપકભાઈ બાબુ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિ અને આપત્તિમાં કયા પ્રકારની કાળજી રાખવી, NDRFની સમગ્ર ટીમ અને વિદ્યાર્થીઓની મદદથી ડેમો દ્વારા આ અંગેની ઉપયોગી સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી તેમજ તેમના દ્વારા સ્ટેજ ફોબિયા, સેલ્ફ કોન્ફીડન્સ અને વૃક્ષારોપણ અંગેની સમજ આપવામાં આવી હતી. શાળાના પટાંગણમાં ક્રાયકમનાં અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં જમરૂખ, જાંબુ, ગુલમહોર, આશોપાલવ, સરગવો જેવા વૃક્ષો રોપવામાં આવ્યા હતા. BRC મિતેશભાઈ કે જેઓ પોતાના જન્મદિનની ઉજવણી વિવિધ શાળાઓમાં વૃક્ષારોપણ કરીને ઉજવે છે જેમનાં સાનિધ્યમાં સમગ્ર કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ થયો હતો. તેમના જન્મ દિન નિમિત્તે વલસાડ તાલુકાની સરકારી અને ખાનગી શાળામાં બે દિવસમાં જ ૨૪૦૦ થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા છે. આચાર્યા તેજલબેન દ્વારા સમગ્ર ટીમનો સહર્ષ આભાર માનવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રાથમિક શાળા મગોદડુંગરી ખાતે પણ આપત્તિ વ્યવસ્થાપનની સમજ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.