Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»ચીનમાં રાજદ્વારી ગતિવિધિઓ વધી ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ગુમ
    WORLD

    ચીનમાં રાજદ્વારી ગતિવિધિઓ વધી ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ગુમ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ગુમ થઈ ગયા છે અને હાલ તોના કોઈ સંકેત જણાઈ રહ્યા નથી. ચીનના વિદેશ મંત્રી એવા સમયે ‘ગુમ’ થયા છે જ્યારે ચીનમાં રાજદ્વારી ગતિવિધિઓ વધી છે. અમેરિકી રાજદ્વારી જાેન કેરી જળવાયુ સંકટ પર ચર્ચા કરવા બેઇજિંગ પહોંચ્યા છે, પરંતુ ચીનના વિદેશ મંત્રીની ગેરહાજરી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બધા લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે કિન ગેંગ ક્યાં છે? રાજદ્વારી તરીકે લાંબો સમય વિતાવનાર કિન ગેંગને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નજીકના અને વિશ્વાસુ માનવામાં આવે છે.

    ચીનના ૫૭ વર્ષીય વિદેશ મંત્રી કિન ગેંગ છેલ્લા ત્રણ અઠવાડિયા કરતા પણ વધુ સમયથી જાહેરમાં જાેવા મળ્યા નથી. જેના કારણે ચીનમાં અટકળોનો દોર વધુ તેજ બન્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર યુનાઇટેડ સ્ટેટ્‌સમાં રાજદૂત તરીકે ટૂંકા કાર્યકાળ બાદ ડિસેમ્બરમાં કિંગને વિદેશ પ્રધાન તરીકે બઢતી આપવામાં આવી હતી. ગેંગ એક વ્યાવસાયિક રાજદ્વારી છે અને તેને ચીનના નેતા શી જિનપિંગનો વિશ્વાસુ સહયોગી માનવામાં આવે છે.

    વિદેશ મંત્રી તરીકે કિન ગેંગે યુએસ પર લોન્ચ કરાયેલા શંકાસ્પદ ચીની જાસૂસી બલૂન મુદ્દે વોશિંગ્ટનને ઠપકો આપ્યો હતો. આ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ખાસ્સી બગડી ગયા હતા. બંને પક્ષો વચ્ચેના વણસેલા સંબંધોને સુધારવા અને વાતચીત પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મામલામાં જૂનના મધ્યમાં બેઇજિંગની મુલાકાત દરમિયાન યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે મુલાકાતનો સમાવેશ થાય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Turkiye દેશના લોકો ચાને પાણીની જેમ પીવે છે

    May 20, 2025

    China Government: આર્થિક સહાયના નામે પાકિસ્તાન પર ખર્ચ કરીને ચીન પોતાના જ ખજાનાને કરી રહ્યો છે ખાલી

    May 20, 2025

    Anwar Bin Ibrahim PM Narendra Modi Friendship: ઇજાને લઈને આ મુસ્લિમ દેશમાં કર્યું મોટું એલાન

    May 20, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.