શનિવારે ખુણે ખુણે ગ્રાન્ટેડ શાળાઓને બચાવવા શિક્ષકો સરકાર સામે ધરણા પર ઉતર્યા છે. શિક્ષકોની ઘટ, કાયમી શિક્ષકોની અછત અને પડતર માગોને લઇને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો રાજ્યભરમાં વિરોધ નોંધાવી રહ્યા છે. રાજકોટમાં પણ ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓ બહુમાળી ભવન ચોક ખાતે ધરણા પર ઉતર્યા. શિક્ષકોએ કાયમી શિક્ષકની માગ સાથે જુની પેન્શન સ્કિમ લાગુ કરવાની માગ કરી.
તો બીજી બાજુ આણંદમાં પણ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિએ ધરણાનો કાર્યક્રમ યોજ્યો. વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે શિક્ષકોને કરેલા વાયદાઓ પુરા કરવાની માગ કરવામાં આવી. સમિતિએ આરોપ લગાવ્યો કે સરકારે માગણીઓ સ્વીકારવાની હા પાડી પણ તેની અમલવારી કરવામાં નથી આવી તો રાજકોટના જેતપુરમાં પણ સરકારી શાળાના કર્મચારીઓએ મૌન ધરણા યોજ્યા. શિક્ષકોએ મૌન ધરણા સાથે મામલતદાર કચેરી ખાતે આવેદન આપી કાયમી કર્મચારીઓ પુરા પાડવાની માગ કરી. રાજ્યસભરથી શિક્ષકો દ્વારા સરકાર પર ગ્રાન્ટેડ શાળાઓ ખતમ કરવાના આરોપ લાગી રહ્યા છે. ત્યારે ગ્રાન્ટેડ શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરી શૈક્ષણિક માળખાને મજબૂત કરવાની માંગ ઉઠી.
આ બાબતે આણંદ જીલ્લા શૈક્ષણિક સંઘ પ્રવક્તા કેતન પટેલે જણાવ્યું હતું કે, સરકાર સામે અમારી વિવિધ શૈક્ષણિક સંગઠનોની માંગણી હતી. એ માંગણીનાં કેટલાક પ્રશ્નો સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા સ્વીર્યા હતા. પણ સ્વીકાર્યા બાદ એનો અમલ કર્યો નથી. જેનાં કારણે બાળકોને શિક્ષણ આપવામાં ખૂબ જ તકલીફ પડે છે. સરકારની અપેક્ષાઓ સામે સરકારે જે પૂર્ણ કરવાની છે તે તકલીફો પૂર્ણ કરી નથી. જેથી આજે અમે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિનાં નેતા હેઠળઆણંદ જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિનાં પેટલાદ તાલુકાનાં શિક્ષકો, આચાર્યો, કલાર્કો તેમજ સંચાલકોનાં હોદ્દેદારો દ્વારા મૌન ધરણા કાર્યક્રમ આજે રાખેલો છે.