સસુરાલ સિમર કાથી પોપ્યુલર થયેલી દીપિકા કક્કર ૩૭ વર્ષની થઈ ગઈ છે. આજે (૬ ઓગસ્ટ) તેનો બર્થ ડે છે, જેનું સેલિબ્રેશન તેણે શનિવારે મોડી રાતે પરિવાર સાથે કર્યું હતું. આ બર્થ ડે તેના માટે ઘણી બધી રીતે સ્પેશિયલ રહ્યો. એક તો તેણે ૫ મ્ૐદ્ભના નવા ઘરમાં ઉજવણી કરી અને બીજું એ કે મા બન્યા બાદ તેનો આ પહેલો જન્મદિવસ હતો. જણાવી દઈએ કે, ૨૧ જૂનના રોજ તેની ડિલિવરી થઈ હતી અને તેણે દીકરાને જન્મ આપ્યો હતો. જેનું નામ તેણે રુહાન રાખ્યું છે. બર્થ ડે પર દીપિકાની દીકરા સાથેની કેટલીક તસવીરો સામે આવી છે. આ સાથે તેને ખાસ દિવસે પતિ શોએબ ઈબ્રાહિમ તરફથી કેવી મોંઘી-મોંઘી ગિફ્ટ મળી તેનો પણ ખુલાસો થયો છે. શોએબ ઈબ્રાહિમે દીપિકા કક્કરના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક દેખાડતી તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. જેમાં બર્થ ડે ગર્લ પિંક કલરના ફૂલ સ્લીવ ડ્રેસમાં જાેવા મળી રહી છે અને તેણે માથા પર ટિયારા પહેર્યા છે. તેના બાથમાં દીકરો છે. તેણે યલ્લો કલરની ટોપી પહેરી છે અને સફેદ કલરનો રૂમાલ વીંટાળવામાં આવ્યો છે. કેક પણ દીપિકાના કપડાને મેચ થાય તેવી છે. બેકગ્રાઉન્ડમાં કલરફુલ ફુગ્ગા જાેઈ શકાય છે, આ સાથે લાઈટિંગથી હેપ્પી બર્થ ડે લખ્યું છે. તસવીરની સાથે શોએબે ત્રણ રેડ હાર્ટ ઈમોજી મૂક્યા છે. દીપિકાએ પણ તસવીરને રિશેર કરી છે. આ સિવાય શોએબના કેટલાક મિત્રોએ પણ તસવીરો શેર કરી છે, જેમાં તેના ચહેરા પર કેક લાગેલી છે. દીપિકા કક્કરની નણંદ સબા ઈબ્રાહિમે પણ તેને વિશ કર્યું છે.
તેણે ૨૦ જૂને શોએબના બર્થ ડે ડિનર વખતની તસવીર શેર કરી છે. આ એ જ રાત હતી જ્યારે એક્ટ્રેસને લેબર પેઈન ઉપડતાં હોસ્પિટલ લઈ જવી પડી હતી અને દીકરાને જન્મ આપ્યો હતો. તસવીરમાં ન્યૂ મોમ સ્કાય બ્લૂ કલરના ડ્રેસમાં છે, તો સબાએ ફ્લાવર પ્રિન્ટનો ડ્રેસ પહેર્યો છે. કેપ્શનમાં લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે પ્રેમાળ ભાભી અને હવે રુહાનની અમ્મી. આ ફોટો ભાઈના બર્થ ડે ડિનરનો હતો, વિચાર્યું હતું કે આરામથી બીજા દિવસે પોસ્ટ કરીશ અને કેપ્શન નાખીશ કે ‘બેબી બમ્પ સાથેનો પહેલો ફોટો’. પરંતુ ખબર નહોતી કે આ બેબી બમ્પ સાથેનો પહેલો અને છેલ્લો ફોટો બની રહેશે. ખબર નહોતી કે રુહાન થોડા કલાક બાદ બહાર આવી જશે, અમારા બધાના જીવનમાં. આ સ્પેશિયલ ફોટો પોસ્ટ ન કરી શકી તેથી તમારા સ્પેશિયલ ડે પર શેર કરી રહી છું. આ ખુશી સાથે બધું જ સારું થયું. માશાઅલ્લાહ’. દીપિકાએ આભાર માનતાં લખ્યું છે ‘લવ યુ સબા’. શોએબ ઈબ્રાહિમે પત્નીને અગાઉથી જ ગિફ્ટ આપવાનું શરૂ કરી દીધું હતું. પહેલા તે જાણીતા ફેશન ડિઝાઈનર રિતુ કુમારના સ્ટોરમાંથી તેના માટે કેટલાક ડ્રેસ લઈને આવ્યો હતો. જે બાદ ગુચીના બે સ્ટોલ પણ આપ્યા હતા. પોતાની પ્રિય વસ્તુઓ જાેઈને દીપિકા ખૂબ ખુશ થઈ હતી.