Crude oil
ગલ્ફ દેશો સાથે અમેરિકન ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં 1% થી 1.5% સુધીનો ઘટાડો જોવા મળ્યો. નાણાંકીય વિશ્લેષકો માને છે કે વૈશ્વિક અર્થતંત્રમાં વધતા વેપાર સંઘર્ષના કારણે ઓઈલની માંગ ઓછી થવાની શક્યતા વધી રહી છે.
બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ગુરુવારે 1.07 ડોલર (1.5%) ઘટીને 69.88 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું, જ્યારે અમેરિકન ક્રૂડ ઓઈલ (WTI) 1.13 ડોલર (1.7%) ઘટીને 66.55 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA) મુજબ, 2025માં વૈશ્વિક ઓઈલ સપ્લાયમાં દરરોજ 600,000 બેરલનો વધારો થવાની સંભાવના છે, જ્યારે ઓઈલની માગમાં માત્ર 1.03 મિલિયન બેરલનો વધારો થવાની શક્યતા છે, જે ગયા મહિનાની આગાહી કરતા 70,000 બેરલ ઓછો છે.
ભારતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે કોઈ ફેરફાર થયો નથી. IOC (ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન)ના તાજેતરના ડેટા મુજબ, ગુરુવારે જે દર લાગુ હતા, તે જ દર શુક્રવારે પણ યથાવત્ રહેશે.
મુંબઈમાં ગુરુવારે ડીઝલની કિંમતમાં ₹2 થી વધુનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે દિલ્હી, કોલકાતા અને ચેન્નઈમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા હતા. કોલકાતામાં પેટ્રોલ ₹105 પ્રતિ લીટરથી વધુ પહોંચી ગયું છે, જ્યારે ચેન્નઈમાં ડીઝલ ₹92 પ્રતિ લીટરના પાર પહોંચી ગયું છે.