Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»બે હજાર વિઘાથી વધુ જમીનમાં પાકની પથારી ફરી આણંદમાં માહિકાંઠાનાં ગામોમાં પૂરે તારાજી સર્જી
    Gujarat

    બે હજાર વિઘાથી વધુ જમીનમાં પાકની પથારી ફરી આણંદમાં માહિકાંઠાનાં ગામોમાં પૂરે તારાજી સર્જી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આણંદ જિલ્લામાંથી પસાર થતી મહિસાગર નદીમાં આવેલા પુરનાં પાણી ઓસર્યા બાદ હવે ગંભીરા, કોઠીયાખાડ બામણગામ સહિત આસપાસનાં ગામોના લોકો પોતાનાં ધરે પરત ફરી રહ્યા છે,ત્યારે તારાજીનાં દ્રષ્યો સામે આવી રહ્યા છે.ધરવખરી અનાજ કપડા તણાઈ જતા લોકો બેહાલ બન્યા છે,સાથે સાથે બે હજાર વિધાથી વધુ જમીનમાં તમાકુ,કપાસ અને શાકભાજીનો પાક નાસ પામતા ખેડુતોને કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન થતા ખેડુતો સરકાર પાસે સહાયની આશા રાખી બેઠા છે, કડાણા ડેમમાંથી ૧૧ લાખ કયુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવતા મહિસાગર નદી ગાંડીતુર બની હતી અને કાંઠાગાળાનાં ગામોમાં વિનાસ વેર્યો હતો,આણંદ જિલ્લાનાં મહિકાંઠે આવેલા ગંભીરા ભાઠા વિસ્તારમાં નદીનાં પુરનાં પાણી ફરી વળતા લોકોને ભારે આર્થિક નુકશાન પહોંચ્યું છે.નદીમાં જળસ્તર એકાએક વધી જતા લોકોને પહેરેલ કપડે પોતાનાં પશુઓને લઈને ધરબાર છોડીને જીવ બચાવીને ભાગવું પડયું હતું.

    અંદાજે ૨૪ કલાક બાદ પુરનાં પાણી ઓસરતા આજે સ્થાનિક રહીસો પરત ફરતા ધરોમાં કાદવનાં ઢગ ખડકાયા હતા તેમજ વીજ પુરવઠો ખોરવાઈ જતા પીવાનાં પાણીની પણ અછત સર્જાઈ હતી લોકોએ પૈસા ખર્ચીને પાણીનું ટેન્કર મંગાવી ધરને ધોઈને સાફ કરવું પડયું હતું, અનેક લોકોની ધરવખરી અને કપડા પાણીમાં તણાઈ ગયા હતા જયારે ખાટલા ગાદલા પાણીમાં પલળી જતા તેમજ અનાજ અને મરી મસાલા પણ પાણીમાં પલળી જતા લોકોને ભારે નુકશાન થયું હતું.ગંભીરા ગામનાં ભાઠા વિસ્તારમાં ૩૦૦થી વધુ ખેડુતો તમાકુની સામુહિક ખેતી કરે છે,અને અંદાજે દર વર્ષે પાંચ કરોડ રૂપિયાની તમાકુનું ઉત્પાદન થાય છે,તેમજ ભાઠા વિસ્તારની તમાકુ ઉંચી ગુણવત્તાવાળી હોય તેનાં ભાવ પણ સારા મળે છે,પરંતુ નદીમાં આવેલા પુરનાં કારણે તમાકુનો પાક ધોવાઈ ગયો છે,તેમજ કપાસ અને શાકભાજીનો પાક પણ ધોવાઈ જતા ખેડુતોને મોંધા ભાવનું બિયારણ,ખાતર પાણીનો ખર્ચ પ્રતિ એકર દસથી ૩૦ હજારનો કર્યા બાદ ગંભીરા, કોઠીયાખાડ,બામણગામ સહીતનાં વિસ્તારોમાં બે હજારથી વધુ જમીનમાં પુરનાં પાણીએ વિનાસ વેરતા ખેડુતો પાયમાલ થઈ ગયા છે.

    કોઠીયાખાડ,ગંભીરા સહીત આસપાસનાં કાંઠાગાળાનાં ગામોમાં પુરનાં પાણી ઓસર્યા બાદ પણ હજુ હજાર વિધાથી વધુ ખેતરોમાં પુરનાં પાણી ઓસર્યા નથી અને ખેતરો પુરનાં પાણીથી જળબંબાકાર બની ગયા છે, ત્યારે ખેડુતો સરકાર સામે મીટ માંડી બેઠા છે,કે તેઓને નુકશાનીનું વળતર મળે.કાંઠાગાળાનાં ગામોમાં સીમ વિસ્તારમાં અનેક માર્ગો પણ પાણીમાં ધોવાઈ જતા અવરજવર કરવામાં પણ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.જયારે પશુપાલન વિભાગ દ્વારા કાંઠાગાળાનાં ૧૨ જેટલા ગામોમાં પશુઓની સ્થિતી જાણવા માટે છ જેટલી ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે,અને જેમાં અત્યાર સુધીમાં ૨૩ જેટલા દૂધાળા પશુઓ પાણીમાં તણાઈ જતા મોતને ભેટયા હોવાનું સામે આવ્યું છે,જાે કે પશુઓનો મૃત્યું આક હઝુ વધવાની ભીતી પશુપાલન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.