Banking sector
ભારતના બેંન્કીંગ ક્ષેત્રના બહુ વખાણ થઇ શકે એમ નથી. તેના માટે એમ કહી શકાય કે બાંધી મુઠી લાખની, ખૂલેતો રાખની. મુંબઇની ન્યુ ઇન્ડિયા કોઓપરેટીવ બેન્કના ૧૨૨ કરોડ રૂપિયા ગપલાંની શ્યાહી સુકાઇ નહોતી ત્યાંતો ઇન્ડસઇન્ડ બેંકનું પોત પ્રકાશ્યું હતું. બેન્કોના ફ્રોડની તો વણઝાર જોવા મળે છે. ઓડીટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બાહોશ સ્ટાફ વગેરે હોવા છતાં અવાર નવાર બેન્કોના કૌભાંડો સપાટી પર આવે છે અને નાણા તંત્ર બદનામ થાય છે.
૨૦૦૦ કોડની હિસાબોમાં અટવાયેલી ઇન્ડસઇન્ડ બેન્ક માટે હવે રિઝર્વ બેંક કહે છેકે ઇન્ડસઇન્ડની નાણાકીય સ્થિતિ સ્થિર છે માટે ચિંતા કરવા જેવું નથી. થાપણદારોને હૈયાધારણા અપાઇ છે પરંતુ દરેક જાણેે છે કે ધોડા ભાગી ગયા પછી વાડ બાંધવા સમાન આ હૈયા ધારણા છે. મહત્વની વાત એ છે કે રિઝર્વ બેંકે લોકોને શાંત્વના આપવા આગળ આવવું પડયું છે તે દર્શાવે છે કે સ્થિતિ બહુ ગંભીર છે.
રિઝર્વ બેંકે ખાત્રી આપ્યા બાદ આજે સોમવારે તેના ભાવોમાં ઉછાળો નોંધાયો હતો. સરકાર ભલે કોલર ઉંચા કરીને કહે કે જોયું ને અમે કેવી રીતે ઇન્ડસઇન્ડ બેંકના વિવાદમાં સ્થિરતા ખેંચી લાવ્યા છે. પરંતુ પેલા ૨૦૦૦ કરોડના ફટકા વિશે કોઇ ખુલાસો હજુ કરી શકાયો નથી.
સરકાર હવે કેટલીક બેંકોનો સરકારનો હીસ્સો વેચીને રોકડી કરી લેવા માંગે છે. તેની વિપરીત અસર એવી થશે કે બેંકો પરની સરકારની પકડ ઓછી થઇ જશે. (જુઓ બોક્સ)
રિઝર્વ બેંક સતત કહેતી હોય છે કે અફવાઓ પર બહુ ધ્યાન ના આપો પણ બેંક ઉઠી જવાની ધટનાઓની વાત રિઝર્વ બેંક કરતા રોકાણકારો પાસે પહેલી પહોંચે છે.
ઇન્ડસબેન્કના કૌભાંડમાં કાચું કેવી રીતે કપાયું અને કેવી રીતે ૨૦૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડયો તે પર નજર નાખવા જેવી છે. રિઝર્વ બેંકે જે ચેરમેન સુમંત કથપલિયાને ત્રણ વર્ષનું એક્સટેન્સન આપવાના બદલે માત્ર એક વર્ષનું એક્સટેન્શન આપીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
ઇન્ડસઇન્ડ બેંકને તાજેતરના સમયમાં અનેક અવરોધોનો સામનો કરવો પડયો છે. જેમકે માઇક્રોફાઇનાન્સમાં ધાંધીયા, ડિસેમ્બરના ત્રિમાસિક પરિણામો પહેલાં ચીફ ફાઈનાન્સ ઓફિસરનું રાજીનામું વગેરેએ ટેન્શન ઉભું કર્યું હતું.