Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે સીએમ ભૂપેશ બધેલની ખેડૂતો માટે મોટી જાહેરાત
    Politics

    વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે સીએમ ભૂપેશ બધેલની ખેડૂતો માટે મોટી જાહેરાત

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે સત્તામાં આવ્યા બાદ તેમની પાર્ટી ૨૦૧૮ની જેમ ફરીથી ખેડૂતોની લોન માફ કરશે. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે શક્તિ જિલ્લામાં આ જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે અમારી સરકાર બન્યા બાદ તેઓ જાતિની વસ્તી ગણતરી કરાવશે. તેમણે ૧૭.૫ લાખ પરિવારોને ઘર આપવાનું પણ વચન આપ્યું છે. તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં પહેલા તબક્કાના મતદાનમાં લગભગ ૨ અઠવાડિયા બાકી છે.

    ૨૦ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ૭ નવેમ્બરે મતદાન છે. છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન ૧૭ નવેમ્બરે છે. બીજા તબક્કામાં ૭૦ બેઠકો માટે મતદાન થશે. તેથી ચૂંટણીના પરિણામો ૩ ડિસેમ્બરે જાહેર થશે. વાસ્તવમાં તમામ પાર્ટીઓ ચૂંટણીને લઈને પોતાની પૂરી તાકાત લગાવી રહી છે. વચનો પણ આપી રહ્યા છે. આ દરમિયાન છત્તીસગઢના સીએમ બઘેલ જનતાને સંબોધતા જાેવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે જનતાને અનેક વચનો પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે જાે રાજ્યમાં તેમની સરકાર બનશે તો તેઓ ૨૦ ક્વિન્ટલ ડાંગર ખરીદશે અને લાખો પરિવારોને આવાસ પણ આપશે.

    ૨૦૧૮માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી હતી. આ વખતે, પ્રથમ તબક્કામાં જે ૨૦ બેઠકો પર મતદાન થશે, તેમાંથી કોંગ્રેસે ૧૭ બેઠકો પર જીત મેળવી હતી. આ પછી ભાજપને બે અને જનતા કોંગ્રેસ છત્તીસગઢ (જે)ને એક બેઠક મળી. ત્યારપછીની પેટાચૂંટણીમાં કોંગ્રેસે વધુ બે બેઠકો કબજે કરી હતી. સીએમ ભૂપેશ બઘેલ ૨૦૨૩માં યોજાનારી છત્તીસગઢ ચૂંટણી માટે કોંગ્રેસની જીતનો ફરી દાવો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે ૨૦૧૮માં થયેલી ચૂંટણીમાં ૬૮ સીટો જીતીને સરકાર બનાવી હતી. તો ભાજપે ૧૫ બેઠકો જીતી હતી. જ્યારે ત્નઝ્રઝ્ર(ત્ન) અને મ્જીઁને અનુક્રમે પાંચ અને બે બેઠકો મળી હતી. હાલમાં કોંગ્રેસના વિધાનસભામાં ૭૧ ધારાસભ્યો છે અને તેણે આગામી ચૂંટણીમાં ૭૫ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    હિંસા બાદ લેહમાં કડક નિયંત્રણો: કલમ 163 હેઠળ જાહેર સભાઓ પર પ્રતિબંધ

    September 24, 2025

    કર્ણાટક હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો: ભારતમાં X એ ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે

    September 24, 2025

    US election Russian interference:ગુપ્તચર તપાસમાં રાજકીય દખલ

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.