સૌરાષ્ટ્રવાસીઓને મળેલી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ગણતરીના દિવસોમાં ધમ ધોકાર રીતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થઈ જશે. ૧૦મી સપ્ટેમ્બરથી એરપોર્ટ શરૂ થશે તેને લઈ એરપોર્ટ ઓથોરિટીએ એક નોટિસ બહાર પાડી છે. અત્રે જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ ઁસ્ મોદીએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખુલ્લુ મુક્યુ હતું.
એરેપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ નોટિસમાં લખ્યું છે કે, ૯મી સપ્ટેમ્બર ૨૦૨૩થી રાજકોટ એરપોર્ટ સ્થાયીરૂપે ફ્લાઈટ ઓપરેશન્સ માટે બંધ કરી દેવામાં આવશે. ૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૩થી રાજકોટથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી સંચાલિત થશે, જે રાજકોટ શહેરથી ૩૦ કિમીના અંતરે સ્થિત છે. એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા આપનું રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્વાગત કરે છે. રાજકોટના કુવાડવા ગામ પાસે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને ૧૦૩૨ હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જેમાં ૧૪ પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે અને પેસેન્જર ટર્મિનલ વિસ્તાર ૨૩ હજાર ચોરસ મીટરનો છે. રાજકોટના આ એરપોર્ટના રનવેની કુલ લંબાઈ ૩.૪ કિમી છે.
આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર ૨૮૦થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક ૫,૩૭૫ કિલોમીટરની સ્પીડથી ઊડી શકે એવાં ‘સી’ પ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. આને પગલે એરબસ (છ ૩૨૦-૨૦૦), બોઇંગ (મ્ ૭૩૭-૯૦૦) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે. એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાવેર્સ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, સ્ઇર્ં/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી બે કસ્ટમ કાઉન્ટર સાથે ૮ ઈમિગ્રેશન કાઉન્ટર છે