પાણી બચાવવાની દિશામાં કાર્યવાહી કરવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું. જેને વધાવી લઈ ગુજરાત સરકાર દ્વારા અમૃત સરોવર મામલે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે અને ૧૦૦ ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યમાં નવા ૨૬૫૨ અમૃત સરોવરોનું નિર્માણ કરાયું છે. મહત્વનું છે કે રાજ્યમાં ૨૪૫૨ સરોવરોના લક્ષ્ય સામે સરકાર દ્વારા ૨૬૫૨ સરોવરોનું નિર્માણ કરાયું છે. નોંધનીય છે કે એપ્રિલ ૨૦૨૨ મા વડાપ્રધાન મોદી દ્વારા દરેક જિલ્લામાં અમૃત સરોવર બનાવવા હાંકલ કરી હતી.
એટલે કે ગુજરાતમાં અમૃત સરોવરની કામગીરી ૧૦૦ ટકા ઉપરાંત પૂર્ણ થઈ ગઈ છે. વધુમાં દરેક સરોવરમાં ૧૦ હજાર ક્યુબિક મીટર જળસંગ્રહની ક્ષમતા છે. ખાસ વાતએ છે. તળાવો ઊંડા કરવાની કામગીરી બાદ નીકળેલી માટીનો હાઇવે અને રેલવે પ્રોજેક્ટમાં ઉપયોગ કરાયો જાેવાનું જાણવા મળી રહ્યું છે. જળસંચય માટે વડાપ્રધાનની અપીલ નો ઉદ્દેશ આ લગભગ દરેક જિલ્લામાં ઓછામાં ઓછા ૭૫ અમૃતસર બનાવવાનો છે. જેના વિસ્તારની વાત કરવામાં આવે તો આ અમૃત સરોવર એક એકર જેટલું વિસ્તતરાયેલ તળાવ એટલે કે ૧૦,૦૦૦ ઘન મીટર પાણી રાખવાની ક્ષમતા ધરાવતું તળાવ હશે. જેમાં લોક ભાગીદારી પણ સુનિશ્ચિત કરવામાં આવશે. આ મામલે આગામી મહિનાઓમાં અમૃત સરોવરને લઈ જાહેર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.
તાજેતરમાં જ યોગ દિવસ નિમિત્તે ૧૫૯૭ સરોવરમાં ૬૫,૦૦૦ થી વધુ લોકો જાેડાયા હતા. આ ઉપરાંત ૧ જુલાઈના રોજ અમૃતસર ખાતે આરોગ્ય શિબિર યોજાઈ હતી. તો અમૃતસરના ફાયદાઓ મામલે લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા સેનાનીઓ તથા તેમના પરિવારના સદસ્યો દ્વારા ૬૬૫ અમૃત સરોવર પર સ્મારક રૂપે વૃક્ષો વાવવામાં આવ્યા હતા. રેલવે અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ સહિતના માર્ગના કામમાં આ માટીનો ઉપયોગ કરાય છે. તો સ્થાનિક ખેડૂતો પણ ફળદ્રુપ માટીને ખેતરમાં નાખે છે.