Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»ચૂટંણી પ્રચાર માટે કોંગ્રેસનાં નેતા મ.પ્રના દમોહ પહોંચ્યા ૨૨૫ મહિનાના શાસનમાં ભાજપના ૨૫૦ કૌભાંડ ઃ પ્રિયંકા
    Politics

    ચૂટંણી પ્રચાર માટે કોંગ્રેસનાં નેતા મ.પ્રના દમોહ પહોંચ્યા ૨૨૫ મહિનાના શાસનમાં ભાજપના ૨૫૦ કૌભાંડ ઃ પ્રિયંકા

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 29, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોના પ્રચાર માટે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા દમોહ પહોંચ્યા હતા. ત્યાં તેમણે એક જનસભાને સંબોધિત કરતા બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, એમપીમાંથી બીજેપી સરકારની વિદાય નક્કી છે.

    પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચૂંટણી રેલીને સંબોધિત કરતા દાવો કર્યો કે, મધ્ય પ્રદેશ મોટા બદલાવ માટે તૈયાર છે. ૨૨૫ મહિનાના શાસનમાં ૨૫૦ કૌભાંડ કરનારી ભ્રષ્ટ ભાજપ સરકાર જઈ રહી છે અને ભારે બહુમત સાથે કોંગ્રેસ આવી રહી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં રોજગારીની તકો ખૂબ જ ઓછી છે. એટલા માટે અહીં પલાયન ખૂબ થઈ રહ્યુ છે. છેલ્લા ૩ વર્ષમાં મધ્ય પ્રદેશની બીજેપી સરકારે માત્ર ૨૧ નોકરીઓ આપી.

    દમોહમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમે કહીએ છીએ કે, જાતિગત વસતી ગણતરી કરાવો.
    બિહારમાં જાતિગત વસતી ગણતરી હાથ ધરવામાં આવી. જે પ્રમાણે ત્યાંના ૮૪% લોકો એસસી, એસટી અને ઓબીસી છે. પરંતુ જાે તમે નોકરીઓમાં મોટા-મોટા પદો પર જાેશો કે આ સમુદાયોનું પ્રતિનિધિત્વ શું છે તો તમને જાણવા મળશે કે, એટલું પ્રતિનિધિત્વ નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    હિંસા બાદ લેહમાં કડક નિયંત્રણો: કલમ 163 હેઠળ જાહેર સભાઓ પર પ્રતિબંધ

    September 24, 2025

    કર્ણાટક હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો: ભારતમાં X એ ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે

    September 24, 2025

    US election Russian interference:ગુપ્તચર તપાસમાં રાજકીય દખલ

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.