Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»કોંગ્રેસ નેતા અધીર રંજનના ભાજપ પર પ્રહાર મનમોહન મૌન નહોતા રહેતા, વાત ઓછી કામ વધારે કરતા હતા
    Politics

    કોંગ્રેસ નેતા અધીર રંજનના ભાજપ પર પ્રહાર મનમોહન મૌન નહોતા રહેતા, વાત ઓછી કામ વધારે કરતા હતા

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સંસદનું વિશેષ સત્ર આજથી શરુ થઇ ચુક્યું છે. જૂની સંસદમાં આજે છેલ્લી વખત સત્રની કાર્યવાહી થઇ રહી છે. અ અવસર પર લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને જવાહર લાલ નહેરુનું નામ લઈને ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મનમોહન સિંહ મૌન નહોતા રહેતા. તેઓ વાત ઓછી અને કામ વધારે કરતા હતા.

    અધીર રંજન ચોધરીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું, ‘જયારે જી૨૦ સંમેલન થતું હતું ત્યારે પણ તે કહેતા હતા કે આ આપણા દેશમાં સારું છે.’ કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચોધરીએ વધુમાં કહ્યું હતું કે, ‘જવાહરલાલ નેહરુની સાથે બંધારણ સભાના દરેક સભ્યે શપથ લીધા હતા કે અમે દેશને આગળ લઈ જઈશું. નેહરુની દૂરંદેશી અને વિક્રમ સારાભાઈના નેતૃત્વ હેઠળ ઈસરોની સ્થાપના થઈ હતી. વર્ષ ૧૯૭૫માં દેશે પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો, પરંતુ આજે ભારત અને ઈન્ડિયા જેવી વાતો કરવામાં આવી રહી છે.

    અધીર રંજન ચોધરીએ કહ્યું હતું કે પંડિત જવાહરલાલ નેહરુને ‘આધુનિક ભારતના નિર્માતા’ અને બાબા સાહેબ આંબેડકરને ‘બંધારણના પિતા’ કહેવામાં આવે છે. સારું આજે પંડિત નેહરુ વિશે વાત કહેવાની તક મળશે તે જાણીને ખુબ સારું લાગ્યું હતું. અધીર રંજન ચોધરીએ વધુમાં કહ્યું હતું કે જયારે ખબર છે કે જૂની સંસદમાં આજે આ છેલ્લી કાર્યવાહી છે તો ભાવુક થવું સ્વાભાવિક છે. લોકશાહીના રક્ષણમાં કોણ જાણે કેટલા જ્ઞાનીઓ, પંડિતો અને વિદ્વાનોનોએ યોગદાન આપ્યું હશે. આપણા ઘણા પૂર્વજાે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. અમે તેમને યાદ કરતા રહીશું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rahul gandhi: EC પર રાહુલ ગાંધીના આરોપો, ચૂંટણી પંચે આપી સ્પષ્ટતા

    June 21, 2025

    Punjab માં ઉમેદવારો પક્ષના ચિન્હ વિના પંચાયત ચૂંટણી લડશે.

    September 5, 2024

    Haryana માં કોંગ્રેસ પાસે સીએમ માટે આ 3 ચહેરા સામે આવ્યા.

    September 2, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.