Dividend Stock
ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓના શેર પર દાવ લગાવતા રોકાણકારો માટે સારા સમાચાર છે. આ અઠવાડિયે Accelya Solutions India એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે ટ્રેડ થશે. કંપનીએ પ્રતિ શેર 50 રૂપિયા ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે.
કંપનીએ આ ડિવિડન્ડ માટે રેકોર્ડ તારીખ 30 જાન્યુઆરી, 2025 નક્કી કરી છે. એટલે કે આ દિવસે જે રોકાણકારોના નામ રેકોર્ડ બુકમાં હશે તેમને ડિવિડન્ડનો લાભ મળશે. આ વર્ષે કંપની પહેલી વાર એક્સ-ડિવિડન્ડનો વેપાર કરવા જઈ રહી છે. 2024માં કંપનીએ બે વાર એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કર્યું હતું. એક વખત કંપનીએ પ્રતિ શેર 40 રૂપિયાના દરે ડિવિડન્ડ આપ્યું હતું અને બીજી વખત 25 રૂપિયા પ્રતિ શેરના દરે ડિવિડન્ડ આપ્યું હતું.
શુક્રવારે બજાર બંધ થવાના સમયે કંપનીના શેરનો ભાવ BSE પર 0.06 ટકાના વધારા સાથે 1500 રૂપિયાના લેવલ પર હતો. આ કંપની વળતરની દ્રષ્ટિએ નિષ્ફળ સાબિત થઈ છે. છેલ્લા એક વર્ષ દરમિયાન BSE પર કંપનીના શેરના ભાવમાં 18 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 7.95 ટકાનો વધારો જોવા મળ્યો છે.
જે રોકાણકારોએ કંપનીના શેર બે વર્ષથી રાખ્યા છે તેમને આ સમયે નેગેટિવ રિટર્ન મળ્યું છે. છેલ્લા 2 વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 9 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જ્યારે BSE સેન્સેક્સ ઇન્ડેક્સે 24.95 ટકાનું વળતર આપ્યું છે.
5 વર્ષમાં કંપનીના શેરમાં 43 ટકાનો વધારો થયો છે. પરંતુ સેન્સેક્સ ઇન્ડેક્સ સામે આ કંઈ નથી. આ સમયગાળા દરમિયાન BSE ઇન્ડેક્સમાં 83 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.)