Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૩૯ રૂપિયા ૫૦ પૈસા સુધીનો ઘટાડો
    India

    કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૩૯ રૂપિયા ૫૦ પૈસા સુધીનો ઘટાડો

    Shukhabar DeskBy Shukhabar DeskDecember 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ૧ જાન્યુઆરી પહેલા જ દેશમાં કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો છે. ૨૨ ડિસેમ્બરના કોમર્શિયલ વપરાશના ગેસ સિલિન્ડરના ભાવમાં ૩૯ રૂપિયા ૫૦ પૈસા સુધીનો ઘટાડો કરાયો છે. આ ઘટાડો ફક્ત ૧૯ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરાયો છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી તેને યથાવત્‌ રખાયા છે. એક ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો. અગાઉ ૧૬ નવેમ્બરે કડવાચૌથના દિવસે ૧૯ કિલોવાળા સિલિન્ડરમાં ૧૦૦ રૂપિયાથી વધુનો વધારો ઝિંકાયો હતો. જાેકે ઘરેલુ વપરાશના એલપીજી સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ ઘટાડાના અહેવાલ નથી. ૨૨મી ડિસેમ્બરથી એટલે કે આજથી દિલ્હીમાં ગ્રાહકોને ૧૭૫૭ રૂપિયામાં ઈન્ડેન કોમર્શિયલ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

    પહેલા તેને ૧૭૯૬.૫૦ રૂપિયામાં આપવામાં આવી રહી હતી. ૧ ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો. કોલકાતાની વાત કરીએ તો, ૧૯ કિલોનો સિલિન્ડર હવે ૧૮૬૮.૫૦ રૂપિયામાં ઉપલબ્ધ છે. ૧ ડિસેમ્બરથી ૨૧ ડિસેમ્બર સુધી ગ્રાહકોને ૧૯૦૮ રૂપિયામાં આપવામાં આવી રહી હતી.


    હવે બિઝનેસ સિટી મુંબઈમાં આ જ સિલિન્ડર ૧૭૪૯ રૂપિયાના બદલે ૧૭૧૦ રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે. આજથી ચેન્નાઈમાં ન્ઁય્ સિલિન્ડર ૩૯.૫૦ રૂપિયા સસ્તું મળી રહ્યું છે અને ૧૯૨૯ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. નોંધનીય છે કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ મહિનાની શરૂઆતમાં એટલે કે ૧લી ડિસેમ્બરે વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા ૧૬ નવેમ્બરના રોજ ૧૯ કિલોનો એલપીજી સિલિન્ડર ૧૦૦ રૂપિયાથી વધુ મોંઘો થયો હતો. નોંધનીય છે કે ૩૦ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર આપવામાં આવેલા અપડેટ મુજબ આજે પણ ગ્રાહકોને ૩૦ ઓગસ્ટના દરે ૧૪.૨ કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે.

    રાજધાની દિલ્હીમાં તે ૯૦૩ રૂપિયા પ્રતિ સિલિન્ડર છે, જ્યારે કોલકાતામાં ગ્રાહકોને તે ૯૨૯ રૂપિયામાં મળી રહ્યા છે. બિઝનેસ સિટી મુંબઈમાં લોકોને ૧૪.૨ કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર ૯૦૨.૫૦ રૂપિયામાં ઉપલબ્ધ છે. કાચા તેલની કિંમતમાં આજે થોડો વધારો થયો છે. સવારના વેપારમાં, બ્રેન્ટ ક્રૂડ ઇં ૦.૫૯ અથવા ૦.૭૪ ટકા વધીને બેરલ દીઠ ઇં ૭૯.૯૮ પર ટ્રેડ કરી રહ્યું છે. WTI ક્રૂડ પણ $0.55 અથવા ૦.૭૪ ટકા વધીને ઇં૭૪.૪૪ પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. દિલ્હીમાં પેટ્રોલ ૯૬.૭૨ રૂપિયા અને ડીઝલ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. ગયા વર્ષે મે મહિનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.