સનાતન ધર્મમાં દરેક પૂજામાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે. નાળિયેરને શ્રીફળ પણ કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર જયારે દેવ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર પોતાની સાથે નારિયેળનું બીજ લઇને આવ્યા હતા. ત્યારથી શ્રીફળને ખુબ શુભ અને પવિત્ર ફળ માનવામાં આવે છે. સામાન્ય રીતે તમે જાેયું હશે કે પૂજા-પાઠ દરમિયાન પુરુષો જ નાળિયેર ફોડે છે. કોઈ પણ મહિલાઓ શ્રીફળ ફોડતી નથી. આ પાછળ શું માન્યતા છે શા માટે સ્ત્રીનું નાળિયેર ફોડવું વર્જિત છે આઓ જાણીએ ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે. તમે હંમેશા ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પુરુષોને નાળિયેર તોડતા જાેયા હશે. સનાતન ધર્મમાં મહિલાઓ દ્વારા નાળિયેર તોડવું અશુભ માનવામાં આવે છે. પંડિત હિતેન્દ્ર કુમાર શર્માના મતે નારિયેળ એક પવિત્ર ફળ છે જેને બીજ તરીકે જાેવામાં આવે છે. સનાતન ધર્મમાં, બીજને ગર્ભ સાથે જાેડાયેલું જાેવામાં આવે છે.
સ્ત્રીને કુદરત દ્વારા માતા બનવાનું આશીર્વાદ મળે છે. જેમ સ્ત્રી પોતાના બાળકને ખૂબ પ્રેમ કરે છે, તેને કોઈ નુકસાન પહોંચાડી શકતી નથી, તેવી જ રીતે સ્ત્રી બીજના રૂપમાં નાળિયેર તોડી શકતી નથી. નાળિયેર તોડવું એ બાળકને નુકસાનકારક માનવામાં આવે છે. આ જ કારણ છે કે મહિલાઓનું નાળિયેર તોડવું વર્જિત માનવામાં આવે છે. પરંતુ પંડિતજી એમ પણ કહે છે કે આ માત્ર જાહેર અભિપ્રાય છે. મહિલાઓએ નારિયેળ ન તોડવા પાછળ કોઈ ધાર્મિક પુરાવા ઉપલબ્ધ નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહિલાઓનું નારિયેળ તોડવું બાળકો માટે કષ્ટદાયક માનવામાં આવે છે. બાળકના ભવિષ્યમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે, જેમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ હોય છે. આ સિવાય બાળકોની પ્રગતિમાં પણ અવરોધો ઉભા થાય છે.