Closing Bell: શેર બજારમાં આજે (23 એપ્રિલ) ઉછાળો જોવા મળ્યો હતો. કારોબારના અંતે શેરબજાર નજીવા ઉછાળા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 89 પોઈન્ટ વધીને 73,738 પર જ્યારે નિફ્ટી પણ 31 પોઈન્ટ વધીને 22,368 પર બંધ થયો હતો. વોડાફોન-આઈડિયાના શેરમાં આજે 10% થી વધુનો વધારો જોવા મળ્યો છે. પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સના 30 શેરોમાંથી, 25માં વધારો જોવા મળ્યો હતો અને માત્ર 5માં ઘટાડો જોવા મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં, BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 411.27 પોઈન્ટ વધીને 74,059.89 ના સ્તર પર બંધ થયા છે. NSE નિફ્ટી 111.15 પોઈન્ટ વધીને 22,447.55 પર હતો.
ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી
આ પહેલા ગઈકાલે એટલે કે 22 એપ્રિલ સોમવારના રોજ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 560 પોઈન્ટના વધારા સાથે 73,648 પર બંધ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટીમાં પણ 189 પોઈન્ટનો વધારો થયો હતો. 22,336.40ના સ્તરે બંધ રહ્યો હતો.