Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Technology»ChatGPT નો માત્ર 28 દિવસમાં ધમાકેદાર ‘ખેલ’
    Technology

    ChatGPT નો માત્ર 28 દિવસમાં ધમાકેદાર ‘ખેલ’

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJune 26, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ChatGPT એ બધાને પાછળ છોડી દીધું

    ChatGPT: ફેસબુક, TikTok અને Instagram જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વર્ષોથી બજારમાં પ્રભુત્વ ધરાવે છે, પરંતુ હવે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ChatGPT એ બધાને પાછળ છોડી દીધું છે. ChatGPT પ્રત્યે લોકોની વધતી જતી રુચિ દર્શાવે છે કે લોકો AI ને પસંદ કરવા લાગ્યા છે.

    ChatGPT : લોકો હવે સોશિયલ મીડિયા કરતા વધારે AI નો ઉપયોગ કરી રહ્યા છે, અને આ વાત અમે નથી કહી રહ્યા, તાજેતરમાં આવેલી એક રિપોર્ટ એ આ ખુલાસો કર્યો છે. OpenAI નું ChatGPT આવીને જ ધમાલ મચાવી દીધું છે અને હવે વાત એવી છે કે ચેટજીપીટી લાંબા સમયથી બજારમાં ટકતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કરતાં વધારે લોકપ્રિય બનતું જાય છે.

    Similarweb ના ડેટા અનુસાર, છેલ્લા 28 દિવસમાં વિશ્વભરમાં iPhone પર ChatGPT એપ્લિકેશન 29.5 મિલિયનથી પણ વધુ વખત ડાઉનલોડ થઇ છે. જયારે બીજી બાજુ, 28 દિવસમાં Facebook, TikTok, Instagram અને X (Twitter) ના કુલ ડાઉનલોડ 32.8 મિલિયન હતા. આ આંકડાઓને જોતા સ્પષ્ટ થાય છે કે ChatGPT એપ ડાઉનલોડમાં બધા જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પાછળ મૂકવામાં સફળ રહ્યો છે.

    ChatGPT

    આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ChatGPTની લોકપ્રિયતા દિવસ બ દિવસ વધી રહી છે. આ સફળતા પર ખુશી વ્યક્ત કરતા OpenAI ના CEO સેમ અલ્ટમેને પોતાની ટીમની પ્રશંસા કરી અને કહ્યું કે આ વૃદ્ધિ જારી રાખવી જોઈએ. તેમણે લખ્યું, “અમારી ઈજનેર અને કમ્પ્યુટ ટીમ ગ્રાહકોની ChatGPTથી વધતી માંગ પૂરી કરવા માટે અદ્ભુત કાર્ય કરી રહી છે.” ChatGPTની આ વૃદ્ધિ દર્શાવે છે કે કેવી રીતે AI સાધનો વિશ્વભરમાં લાખો લોકોના જીવનનો હિસ્સો બની રહ્યા છે, અને તેઓ માત્ર કામ માટે જ નહીં, પરંતુ શીખવા, કન્ટેન્ટ બનાવવાના અને મનોરંજન માટે પણ ઉપયોગમાં લઈ રહ્યા છે.

    our engineering and compute teams do incredible work to rapidly scale to meet customer demand for chatgpt.

    a lot of blood sweat and tears go into this, and they make it look relatively easy.

    i have never seen a team handle a 2.5 year sprint with such grace! https://t.co/Ez7mk1tafl

    — Sam Altman (@sama) June 24, 2025

    સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે એક AI એપ્લિકેશન હવે વિશ્વના ચાર સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની કુલ ક્ષમતા સાથે લગભગ સરખા સ્તર પર પહોંચી ગઈ છે. આ લોકોને ઑનલાઇન સમય વિતાવવાની રીતમાં મોટો ફેરફાર છે. જયારે સોશિયલ મીડિયા હજુ પણ કુલ યુઝર બેઝમાં પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ChatGPTની વૃદ્ધિમાં આ વધારો દર્શાવે છે કે AI ટૂલ્સ હવે ફક્ત ટેકનોલોજી ટ્રેન્ડ્સ સુધી મર્યાદિત નથી, કારણ કે હવે આ ટૂલ્સ ઝડપથી રોજિંદા જરૂરિયાત બની રહ્યા છે.

    ChatGPT
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    iPhone 16 બ્લેક ફ્રાઇડે સેલ – શું ખરીદવું?

    November 26, 2025

    GPS Spoofing: વધતા જતા ભય અને વૈશ્વિક કટોકટીની ચેતવણી

    November 26, 2025

    Oil Heater Vs Fan Heater: શિયાળામાં તમારા માટે કયું હીટર વધુ સારું છે?

    November 26, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.