CGST
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ શુક્રવારે જણાવ્યું હતું કે સેન્ટ્રલ GST (CGST) ની પ્રાદેશિક કચેરીઓ 29 માર્ચથી 31 માર્ચ સુધી ખુલ્લી રહેશે. CBIC તરફથી આ નિર્દેશ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) દ્વારા આવકવેરા વિભાગની કચેરીઓના સંદર્ભમાં બાકી રહેલા વિભાગીય કાર્યને પૂર્ણ કરવા માટે સમાન નિર્દેશ જારી કર્યાના થોડા દિવસો બાદ આવ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 31 માર્ચે સમાપ્ત થઈ રહ્યું છે. પીટીઆઈના સમાચાર અનુસાર, સપ્તાહના અંતે અને સોમવારે ઈદ-ઉલ-ફિત્ર આવી શકે છે, છતાં દેશભરમાં આવકવેરા અને CGST ઓફિસો ખુલ્લી રહેશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સે ચીફ કમિશનરોને આપેલા નિર્દેશોમાં જણાવ્યું હતું કે CGSTની તમામ પ્રાદેશિક કચેરીઓ 29 માર્ચ, 30 માર્ચ અને 31 માર્ચ, 2025 ના રોજ ખુલ્લી રહેશે અને આ દિવસોને કાર્યકારી દિવસો તરીકે ગણવામાં આવશે. ૩૧ માર્ચ, ૨૦૨૫ એ ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે, તેથી નાણાકીય વર્ષ સંબંધિત તમામ સરકારી ચૂકવણી અને સમાધાન તે દિવસ સુધીમાં પૂર્ણ કરવાના રહેશે. ૨૦૨૩-૨૪ માટે અપડેટેડ ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ ૩૧ માર્ચ છે.