રજનીકાંતની જેલર રિલીઝ થયાના ઘણા દિવસો બાદ પણ ચર્ચામાં છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન ૫૬૪ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. અહેવાલ છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મ નિર્માતાઓને તેમાં કેટલાક ફેરફારો કરવા કહ્યું છે, જેમાં તે દ્રશ્ય પણ સામેલ છે જેમાં રાકેશ રોશન વિશે વાંધાજનક વાતો કહેવામાં આવી છે. બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, સેન્સર બોર્ડની તપાસ સમિતિએ ફિલ્મના હિન્દી વર્ઝનને તે ભાગ દૂર કરવા કહ્યું છે, જ્યાં રાકેશ રોશનનો અપમાનજનક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત ‘જેલર’માં રજનીકાંત લીડ રોલમાં છે. રામ્યા કૃષ્ણન, યોગી બાબુ, વિનાયક, તમન્ના ભાટિયા અને માસ્ટર રિત્વિકે પણ ખાસ ભૂમિકાઓ ભજવી છે. જેલરના તમિલ વર્ઝનમાં ૧૧ ફેરફાર કરવામાં આવ્યા છે.
સીબીએફસીએ ફિલ્મના કેટલાક દ્રશ્યોમાં લોહીના છાંટા ઓછા બતાવવાનું કહ્યું છે. કેટલાક સંવાદોમાં ફેરફાર પણ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ સેન્સર બોર્ડે ૨૭ જુલાઈ ૨૦૨૩ના રોજ ફિલ્મના નામ પર સેન્સર સર્ટિફિકેટ જારી કર્યું હતું. ફિલ્મ જેલર હાલમાં જ વિવાદમાં આવી હતી જ્યારે ફિલ્મમાં એક પાત્ર IPL ટીમ ‘રોયલ ચેલેન્જર બેંગલોર’ની જર્સી પહેરીને જાેવા મળ્યો હતો, જેના કારણે RCB કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. RCB પરવાનગી વિના ફિલ્મમાં બ્રાન્ડનો ઉપયોગ કરવા પર દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ઘણા વિવાદો વચ્ચે ‘જેલર’ ૭ સપ્ટેમ્બરે OTT પર રિલીઝ થશે. સુપરસ્ટાર રજનીકાંત આ ફિલ્મ દ્વારા મોટા પડદા પર પરત ફર્યા છે. તે છેલ્લે ‘અન્નત્તે’માં જાેવા મળ્યો હતો. ‘કવાલા’ ગીતમાં તમન્ના ભાટિયાનો શાનદાર ડાન્સ પણ નેટીઝન્સને રોમાંચિત કરી રહ્યો છે.