નવી દિલ્હીમાં ૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાનારી ય્-૨૦ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડન ભારત આવવા રવાના થયા હતા. બાઇડન ભારતમાં ત્રણ દિવસ રોકાશે. તેઓ આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને નેતાઓ શુક્રવારે (૮ સપ્ટેમ્બર) સાંજે ૭.૩૦ વાગ્યે લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમ મોદીના નિવાસસ્થાને મળશે. જાે બાઇડન જી-૨૦ સંમેલનમાં ભાગ લેવા માટે સાંજે ભારત પહોંચશે અને ત્યારબાદ પીએમ મોદી સાથે ડિનર કરશે. બંને નેતાઓ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક પણ થવાની છે. આ સમિટનું આયોજન ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવશે, જેને ભારત મંડપમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં પીએમ મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને ચીનના વડાપ્રધાન સહિત વિશ્વના ટોચના નેતાઓ હાજરી આપી રહ્યા છે. સાંચેઝે તેના ઠ હેન્ડલ પર લખ્યું હતું કે હું સ્વસ્થ અનુભવી રહ્યો છું, પરંતુ ભારત પ્રવાસ કરી શકીશ નહીં. લીડર્સની સમિટમાં હવે સ્પેનનું પ્રતિનિધિત્વ કાર્યકારી પ્રથમ ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનો અને વિદેશ મંત્રી જાેસ મેન્યુઅલ લ્બેરેસ કરશે. સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો જેના કારણે તેઓ જી-૨૦ સમિટમાં ભાગ લઇ શકશે નહીં.