રાત્રે ટાયરોનો તેજ અવાજ અને એન્જિનોના અવાજે અમદાવાદીઓ માટે સતત ચિંતા અને હેરાનગતિનું કારણ બને છે. રાહદારીઓ અને સાથી ડ્રાઈવરોના જીવનને જાેખમમાં મૂકતા સ્પીડ બ્રેકરના વધતા જતા જાેખમના કારણે છેલ્લાં એક મહિનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદમાં વધારો થયો છે. શહેરના નાગરિકો એએમસીને શેરીઓમાં સ્પીડ બ્રેકર ઈન્સ્ટોલ કરવા માટે સખત અરજી કરી રહ્યા છે. એવી આશા છે કે, આનાથી એડ્રેનાલિનના નશાખોરોની હરકતો પર કાબૂ મેળવશે. કોર્પોરેશનના જણઆવ્યા મુજબ, માત્ર જૂન ૨૦૨૩માં સ્પીડ બ્રેકર્સ માટે ૯૩ અરજીઓ મળી હતી. દિવસ દીઠ ત્રણ અરજીઓ કહી શકાય. જેના સરખામણીમાં ૧૭ વર્ષમાં ૮૯૨ અરજીઓ આવી છે. જે એક મહિનામાં ચાર ગણાવી શકાય. ૮૯૨ અરજીઓમાંથી ૧૮૦ અપ્રુવ થઈ ગઈ છે અને ૫૭૩ જેટલી પેન્ડિંગ છે. AMCના સૂત્રોએ જણાવ્યું કે, ઈસ્કોન બ્રિજ પર તાજેતરમાં જ થયેલા અકસ્માતે કોર્પોરેશનના ટ્રાફિક સેલને વિનંતીઓની સમીક્ષા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. સિવીક બોડીના અધિકારીના જણાવ્યા મુજબ, આ અકસ્માતે કોર્પોરેશનના ટ્રાફિક સેલને સ્પીડ બ્રેકર્સ માટેની વિનંતીઓની સમીક્ષા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
તેમને જાણવા મળ્યું હતું કે, માત્ર જૂન મહિનામાં જ ૯૩ અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી ૨૮ અરજીઓને મંજૂર કરવામાં આવી હતી. જ્યારે ૨૩ અરજીઓ ટ્રાફિક પોલીસના અભિપ્રાયના આધારે નકારી કાઢવામાં આવી હતી. મહત્વનું છે કે, છસ્ઝ્ર કોઈ પણ અરજીને મંજૂર કરવા અથવા નકારી કાઢવા માટે પહેલાં ટ્રાફિક પોલીસની સલાહ લે છે. જાે સકારાત્મક અભિપ્રાય મળે તો જ સ્પીડ બ્રેકર કે પછી બમ્પને મંજૂરી મળે છે. જાે કે, કેટલાંક નાગરિકોનો દાવો છે કે, તેમના વિસ્તારમાં અકસ્માતની સંભાવનાઓ અને પૂરપાટ ઝડપે જતા વાહનોની સ્પીડ જાેતા અરજી કરવામાં આવી હતી, તેમ છતા હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ચાંદખેડાના સૌંદર્ય ગ્રીન બંગલોમાં રહેતા ૫૩ વર્ષીય પ્રશાંત પટેલે જણાવ્યું કે, મારા ઘરની સામે આવેલો રોડ કે જે ચાંદખેડા ગામ તરફ જાય છે અને રિંગ રોડ તરફ જાય છે. આ એક સિંગલ લેન રોડ છે. અહીથી પસાર થતા મોટાભાગના વાહનો ૧૦૦થી પણ વધુ સ્પીડે જતા હોય છે. ઘરની બહાર નીકળતી વખતે ખૂબ જ ધ્યાન આપવું પડે છે. આ રોડને તાકીદે સ્પીડ બ્રેકરની જરુર છે. જાે કે, સ્પીડ બ્રેકરની મંજૂરી લેવી અને તેનું ઈન્સ્ટોલેશને કરવું એ સરળ કામ નતી. તેમાં કેટલીક પ્રક્રિયાઓનો સમાવેશ થતો હોય છે.
જેના આધારે તેનું ઈન્સ્ટોલેશન કરવામાં આવે છે. શહેરના મિરઝાપુર વિસ્તારમાં રહેતા ૬૩ વર્ષીય મોહમ્મદ રફીક ગુલામનબીએ પણ આ માટે એક અરજી આપી હતી. છેલ્લાં ચાર વર્ષથી તેઓ અરજીના જવાબની રાહ જાેઈ રહ્યા છે. તેઓ નાગોરીવાડમાં આવેલી ઓરિએન્ટલ સ્કૂલ સામે સ્પીડ બ્રેકર નંખાવવા માગે છે. કારણ કે અહીંથી બાળકો રસ્તો ક્રોસ કરતા હોય છે. આ વિસ્તાર સતત વ્યસ્ત રહેતો હોય છે. જેથી તેમને બાળકોની સુરક્ષાનો ડર છે. તો વકીલ અતીક સૈયદ કે જેઓ જમાલપુર વિસ્તારમાં રહે છે તેઓએ જણાવ્યું કે, કેટલાંક લોકો પૂરપાટ ઝડપે વાહનો ચલાવતા હોય છે. જેના કારણે અહીં કેટલાંક અકસ્માતો પણ થતા હોય છે. નાગરિકોને સ્પીડ બમ્પની માગણી કરવાનો અધિકાર છે.