Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»ભારતીય શેર માર્કેટમાં તેજીનો માહોલ સેન્સેક્સમાં ૨૪૬, નિફ્ટીમાં ૭૭ પોઈન્ટનો ઊછાળો નોંધાયો
    Business

    ભારતીય શેર માર્કેટમાં તેજીનો માહોલ સેન્સેક્સમાં ૨૪૬, નિફ્ટીમાં ૭૭ પોઈન્ટનો ઊછાળો નોંધાયો

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય શેર માર્કેટમાં આજે તેજીનો માહોલ જાેવા મળ્યો હતો, માર્કેટમાં આજે બન્ને મોટા ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ઉપલી લેવર કારોબાર કરી રહ્યાં હતાં, દિવસના અંતે માર્કેટમાં જાેરદાર વેચવાલી અને લેવાલી જાેવા મળી. કારોબારી દિવસના અંતે આજે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૦.૩૭ ટકાના ઉછાળા સાથે ૨૪૫.૮૬ પૉઇન્ટ અપ રહ્યો અને ૬૭,૪૬૬.૯૯ના સ્તરે બંધ થયો હતો, તો વળી, એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટીમાં પણ કારોબારમાં તેજી જાેવા મળી, નિફ્ટી ૦.૩૮ ટકાના વધારા સાથે ૭૬.૮૦ પૉઇન્ટના ઉછાળા સાથે ૨૦,૦૭૦.૦૦ના સ્તરે બંધ રહ્યો હતો. આજે માર્કેટમાં ઓવરઓલ તેજીનો માહોલ જાેવા મળ્યો હતો.

    મંગળવારના ઘટાડા બાદ ભારતીય શેરબજાર બુધવારે ટ્રેડિંગ સેશનમાં શરૂઆતી આંચકા બાદ તેજી સાથે બંધ થયું હતું.
    આજે પણ દિવસના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જાેરદાર ઘટાડો જાેવા મળ્યો હતો, પરંતુ બજાર બંધ થાય તે પહેલા રોકાણકારોની ખરીદીને કારણે રિકવરી જાેવા મળી હતી અને મિડકેપ અને સ્મૉલ ઈન્ડેક્સ ગ્રીનમાં પાછા ફર્યા હતા. આજના કારોબારના અંતે બીએસઈસેન્સેક્સ ૨૪૬ પૉઈન્ટના ઉછાળા સાથે ૬૭,૪૬૭ પૉઈન્ટ અને નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી ૭૭ પૉઈન્ટના ઉછાળા સાથે ૨૦,૦૭૦ પૉઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

    આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો હતો. નિફ્ટી બેંક ૪૦૦ પૉઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે. આ ઉપરાંત ફાર્મા, મેટલ્સ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્‌યૂમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો જાેરદાર બંધ થયા છે. જ્યારે ઓટો અને આઈટી શેરોમાં ઘટાડો જાેવા મળ્યો છે.
    નિફ્ટી મિડકેપ ગ્રીન કલરમાં બંધ રહ્યો હતો પરંતુ દિવસ દરમિયાન ઈન્ડેક્સ ૫૭૦ પૉઈન્ટ તૂટ્યો હતો. સ્મૉલકેપ ઇન્ડેક્સ પણ ઘટ્યો હતો, પરંતુ બંને ઇન્ડેક્સ ગ્રીન નિશાનમાં બંધ થયા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Nippon India MNC Fund: વૈશ્વિક બ્રાન્ડ્સમાં રોકાણની અનોખી તક

    July 9, 2025

    Trump Tariff Impact On India: તાંબા અને ફાર્મા ઉદ્યોગને મોટો ઝટકો

    July 9, 2025

    SBI Minimum Balance Rule: SBI સહિત છ મોટી બેંકોએ લઘુત્તમ બેલેન્સ ચાર્જ રદ્દ કર્યા

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.