Brave Woman Stops Robber Video: લૂંટારો આવ્યો લૂંટવા, બહાદુર મહિલાએ પાઠ ભણાવ્યો! વિડિયો થયો વાયરલ
Brave Woman Stops Robber Video: કહેવત છે કે, “જે બીજા માટે ખાડો ખોદે છે, તે પોતે તેમાં પડે છે.” આ વાત એક વાયરલ થયેલા વીડિયોમાં સાબિત થઈ છે, જેમાં એક બહાદુર મહિલાએ પોતાના બુદ્ધિ અને હિંમતથી લૂંટારાને એવો પાઠ ભણાવ્યો કે આખી દુનિયા હેરાન થઈ ગઈ.
લૂંટારાને મળ્યો સખત જવાબ
સીસીટીવી ફૂટેજમાં દેખાઈ આવે છે કે એક લૂંટારો બસ સ્ટોપ પાસે બંદૂક લઈ લોકો ડરાવવા પહોંચે છે. તેના મનમાં કોઈ શંકા નહોતી કે તે સરળતાથી બધાને લૂંટી શકશે. પણ તે જાણતો નહોતો કે ભીડમાં એક એવી સ્ત્રી પણ હતી, જે ડરતી નહોતી. લૂંટારાએ બંદૂક કાઢી તે પહેલાં જ તે મહિલાએ પોતાના ખિસ્સામાંથી બંદૂક કાઢી અને સીધી ગોળી મારી.
— Shocking Cctv Moments (@shockcctvclip) March 30, 2025
પરિસ્થિતિ પલટાઈ ગઈ
ગોળી વાગતા જ લૂંટારો જમીન પર પડી ગયો અને પીડાથી તડપવા લાગ્યો. થોડા સમય પહેલા જે બીજાને ડરાવતો હતો, તે હવે પોતે જ ભયમાં હતો. તેની બંદૂક પડી ગઈ અને તે પોતાને બચાવવા માટે આજીજી કરવા લાગ્યો. પણ તે બહાદુર સ્ત્રી તેને સહેજ પણ દયા બતાવવા તૈયાર નહોતી.
વિડિયો થયો વાયરલ
આ ઘટના સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે, અને 8,900થી વધુ લોકોએ લાઈક કર્યો છે. લોકોએ મહિલાની બહાદુરીને સલામ કરી અને કેટલાક યુઝર્સે તેને “સુપરવુમન” કહી. એક યુઝરે લખ્યું, “મહિલાએ માત્ર પોતાનો જ નહીં, પરંતુ ત્યાં હાજર દરેકનો જીવ બચાવ્યો.”